આ યુવકને ખેતરમાં કામ કરતી મહિલાને પરાણે ચુંબન કરવું ભારે પડી ગયું, મહિલાનો બાટલો ફાટતા યુવકનો હોઠ ફાડી નાખ્યો…

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખેતરમાં એકલી કામ કરતી મહિલાનો લાભ લેવા એક યુવકે તેને જબરદસ્તી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ તે યુવક સાથે કંઈક એવું કર્યું કે તેને સપનામાં પણે નહીં વિચાર્યું હોય. જ્યારે યુવક મહિલાને ચુંબન કરવાનો પ્રયાસ કરે છે.

ત્યારે ગુસ્સામાં ભરાયેલી મહિલાએ પોતાના દાંતથી યુવકનો હોઠ ફાડી નાખ્યો હતો. આ ઘટના બનતા જ મહિલાના પરિવારના સભ્યો ખેતરમાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ યુવકને બરાબરનો મેથીપાક આપ્યો હતો. પછી ઇજાગ્રસ્તા હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં ડોક્ટરે યુવકનો હોઠ જોડવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મહિલાની હિંમતની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠના એક ખેતરમાં બની હતી. અહીં ખેતરમાં એક મહિલા કામ કરી રહી હતી. ત્યારે મહિલાને એકલી કામ કરતાં જોઈને એક યુવક તેનો લાભ લેવા માટે તેની પાસે પહોંચી ગયો હતો. ત્યારબાદ જબરદસ્તી મહિલાને ચુંબન કરવાનો પ્રયાસ કરે છે.

યુવકની હરકત જોઈને મહિલા ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગઈ હતી અને પોતાના દાંતથી યુવકનો નીચલો હોઠ ફાડી નાખ્યો હતો. જેના કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બનતા જ મહિલાના પરિવારના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવકની બરાબરની ધુલાઈ કરી હતી. પછી આ ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી હતી અને યુવકને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાની ફરિયાદના આધારે યુવક સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં તો યુવકની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ બની હતી. આરોપી નું નામ મોહિત મુલચંદ છે. તે એક ખેતર પાસેથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે મોહિતને ખેતરમાં કામ કરતી એકલી મહિલાને જોઈને વાસના ઉપડી હતી. ત્યારબાદ મોહિત એ મહિલા પાસે ગયો હતો. થોડીક વાર તેને મહિલા સાથે વાતચીત કરી અને પછી જબરદસ્તી તેને ચુંબન કરવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલા ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને તેને ગુસ્સામાં યુવકના નીચેનો હોઠ ફાડી નાખ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*