અરર..! કાકાના લગ્નમાં જવા માટે 2 સગા ભાઈ બાથરૂમમાં એક સાથે ન્હાવા, બાથરૂમમાં કંઈક એવું બન્યું કે…બંને ભાઈઓનું તડપી તડપીને મોત…

Published on: 6:01 pm, Wed, 8 February 23

હાલમાં બનેલી એક રૂઆટા બેઠા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાથરૂમમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર કાકાના લગ્નમાં જવાનું હોવાથી બંને ભાઈ એક સાથે બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન બંને ભાઈઓનું બાથરૂમમાં રીબાઇ રિબાઈને મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર બાથરૂમમાં લાગેલા ગીઝરનો ગેસ લીકેજ થવાના કારણે બંને ભાઈઓનું મોત થયું છે. આ ઘટના બનતા જ પરિવારની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં 13 વર્ષના સોહમ અને 8 વર્ષના માધવ નામના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના હરિયાણાના હિસારમાં બની હતી. સોહમ અને માધવ બંને ભાઈઓ એક સાથે બાથરૂમમાં ગયા હતા. આ દરમિયાન ગેસ લીકેજ થવાના કારણે બંને ભાઈઓ બાથરૂમમાં જ બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો બંને ભાઈઓ અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

સાંજે બંને ભાઈઓના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બંને ભાઈઓનું આકસ્મિક અવસાન થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર લગ્નમાં જવાનું હોવાના કારણે બંને ભાઈઓ ઘરની નજીકની વાળંદની દુકાનમાં વાળ કપાવવા માટે ગયા હતા. વાળ કપાવીને બંને ભાઈઓ ઘરે આવ્યા હતા પછી ઘરના પહેલા માળે બાથરૂમમાં બંને ભાઈઓ એક સાથે ન્હાવા માટે ગયા હતા.

બાથરૂમમાં ગરમ પાણી કરવા માટે ગીઝર ચાલુ કર્યું હતું. આ દરમિયાન ગીઝરનો ગેસ લીકેજ થવાના કારણે બંને ભાઈઓ બાથરૂમમાં જ બેભાન થઈ ગયા હતા. ઘણો સમય થઈ ગયો છતાં પણ બંને ભાઈઓ બાથરૂમમાંથી બહાર ન આવ્યા તેથી માતા બંને ભાઈઓને બોલાવવા માટે ગઈ હતી. ત્યારે બાથરૂમમાં બંને ભાઈઓ બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

ત્યાર પછી તાત્કાલિક બંનેને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક સાથે બે દીકરાઓનું મૃત્યુ થતાં માતા પિતાએ હૈયાફાટ રૂદાને કર્યું હતું. દરેક લોકો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરર..! કાકાના લગ્નમાં જવા માટે 2 સગા ભાઈ બાથરૂમમાં એક સાથે ન્હાવા, બાથરૂમમાં કંઈક એવું બન્યું કે…બંને ભાઈઓનું તડપી તડપીને મોત…"

Leave a comment

Your email address will not be published.


*