રાજકોટના આ યુવકે લગ્નની એવી અનોખી કંકોત્રી છપાવી કે… સૌ હિન્દુઓના દિલ ખુશ થઈ ગયા… જુઓ એવું તો શું છે આ કંકોત્રીમાં…

હાલમાં લગ્નની સિઝને ચાલી રહી છે અને આજના આધુનિક યુગમાં લોકો પોતાના દીકરા અને દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં કાંઈક ને કાંઈક નવું કરતા હોય છે. ખાસ કરીને હાલમાં તો લગ્નની અનોખી કંકોત્રી બનાવવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી અનોખી કંકોત્રીઓ જોઈ હશે.

News18

આ ઉપરાંત કંકોત્રીની અંદર અનોખું લખાણ લખાવવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર રાજકોટના એક યુવકની લગ્નની કંકોત્રી ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. કંકોત્રીની અંદર યુવકે કંઈક એવું લખાવ્યું છે કે વાંચીને તમે પણ વાહ વાહ કરશો.

વાત કરીએ તો રાજકોટના દિશાંક કાનાબાર નામના યુવકના સાત ડિસેમ્બરના રોજ પૂજા નામની યુવતી સાથે લગ્ન હતા. દિશાંકે પોતાના લગ્નની અનોખી કંકોત્રી બનાવીને લગ્નને યાદગાર બનાવી દીધા. દિશાંકે પોતાની લગ્નની કંકોત્રીને યાદગાર બનાવવા અને દેશના સૌ કોઈ હિન્દુઓને શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાક્ષી બનાવવા માટે પોતાની લગ્નની કંકોત્રીમાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રતિષ્ઠાની તારીખ, સમય અને મંદિરના ફોટા છપાવડાવ્યા હતા.

આટલું જ નહીં પરંતુ કંકોત્રીમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સૌ કોઈ લોકોને જોડાવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું. ઉપરાંત લખાવ્યું હતું કે, કરોડો લોકોની સદીઓની તપસ્યાનો અંત આવ્યો. મિત્રો તમને જણાવી દે કે લગ્નમાં આવેલા સૌ કોઈ મહેમાનોને ચકલીના માળા પણ આપવામાં આવ્યા હતા.

News18

 

મિત્રો લગ્નની આ અનોખી કંકોત્રી જોઈને સૌ કોઈ લોકોનું દિલ ખુશ થઈ ગયું છે. તમામ હિન્દુઓ આ કંકોત્રીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આતો સોશિયલ મીડિયા પર ચારે બાજુ આ કંકોત્રીની ચર્ચાઓ ચાલે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*