સૌ કોઈ લોકો જાણીએ જ છીએ કે અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં 22 તારીખના રોજ પ્રભુ શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. જેને લઈને સમગ્ર દેશમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતના વિવિધ રાજ્યોમાંથી ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે.
તેવામાં મહેસાણા જિલ્લાના વીજપુરાનો એક 23 વર્ષનો યુવક પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે સાયકલ લઈને અયોધ્યા જવા માટે રવાના થઈ ગયો છે. આ વાતની ચર્ચાઓ તો હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચાલી રહી છે.
વાત કર્યો તો, 23 વર્ષનો કેશવકુમાર પોખરાજભાઈ પુરોહિત નામનો યુવક બુધવારના રોજ સવારે પોતાના ગામના રામજી મંદિર ખાતે દર્શન કરીને સાયકલ લઈને અયોધ્યા જવા માટે નીકળ્યો હતો. જ્યારે યુવક ગામમાંથી નીકળ્યો ત્યારે ગામના લોકોમાં એક અલગ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવક 1300 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. આ યુવકે પહેલા દિવસે 95 km નું અંતર કાપ્યું છે અને તે શામળાજી પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે 17 થી 18 દિવસમાં યુવક અયોધ્યા પહોંચી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment