મિત્રો તમે ઘણા એવા આળવીતરા લોકોને જોયા હશે જેવો પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખત તે લોકોને પ્રાણીઓની સળી કરવી ભારે પડી જાય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મિત્રો આપણને બધાને ખબર હશે કે મગર કેટલીક ખતરનાક હોય છે. મગર વિશ્વની સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે.
તમે ઘણા એવા સોશિયલ મીડિયામાં વિડિયો જોયા છે જેમાં ઘણા લોકો મગરની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખત તે લોકોને મગરની સળી કરવી ખૂબ જ ભારે પડી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવક મગર સાથે રમત રમી રહ્યો હોય છે.
આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલી મગર યુવકનો હાથ પોતાના મજબૂત જડબામાં પકડી લે છે. આ હચમચાવી દેનારો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વિશાળ મગર પોતાનું મોટું મોઢું ખોલીને બેઠો છે. આ દરમિયાન તેની બાજુમાં બેઠેલો એક યુવક વગરના મોઢામાં પોતાનો હાથ નાખવાનો પ્રયાસ કરે છે.
પરંતુ જ્યારે યુવક વગરના મોઢાની અંદર હાથ નાખે છે, ત્યારે અચાનક જ મગર પોતાનું મોઢું બંધ કરી દે છે. જેના કારણે વ્યક્તિનો હાથ વગરના જડબામાં ફસાઈ ગયો હતો. આ વ્યક્તિ પોતાનો હાથ જોડાવાના ઘણા પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ મગર તેનો હાથ છોડવા તૈયાર જ ન હતો.
ત્યારબાદ આ વ્યક્તિ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેના કારણે અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ વિડીયો ટ્વીટરમાં Vicious Videos નામના આઈડી માં શેર કરવામાં આવ્યો છે.
Play stupid games………. pic.twitter.com/lL8cPeWPvd
— Vicious Videos (@ViciousVideos) August 11, 2022
માત્ર 11 સેકન્ડ નો આ વિડીયો અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. અને ઘણા લોકો તો સલાહ આપી રહ્યા છે કે ખતરનાક પ્રાણીઓ સાથે આ પ્રકારની હરકત ન કરવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment