કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1,000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત કોરોના મહામારી ના કારણે 2019-20 ના 72 હજારથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા ન હતા. આ ઉપરાંત ગત વર્ષના એટલે કે 2020-21 ના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ને પણ ટેબ્લેટ આપી શકાયા નથી.
સરકારે તાજેતરમાં બન્ને વર્ષના વિદ્યાર્થીઓ માટે 3 લાખ ટેબ્લેટ નો ઓર્ડર આપી દીધો છે.ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે બે થી ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનું કોલેજ લેવલે 1000 રૂપિયા લઈને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.
2019-20 માં જાન્યુઆરીમાં એકથી દોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા પરંતુ 70 થી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જથ્થો આવે અને વિદ્યાર્થીઓમાં વિતરણ થાય ત્યાં માર્ચ મહિનામાં કોરોના ની શરૂઆત થતાં લોકડાઉન ના પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હતા.
સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ ચાઈનીઝ કંપનીના હોવાની ફરિયાદના પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ સરકારે ઓર્ડર કેન્સલ કરવો પડ્યો હતો.કોરોના મહામારી ના પગલે 2019-20 ના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ગત વર્ષે કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપી શકાયા નથી.
અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ નો ઓર્ડર ફાઇનલ કર્યો છે અને ભારત ની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે.આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા આપી દેવામાં આવશે.વિધાર્થીને ટેબ્લેટ ન મળતા વિધાર્થી સંગઠને પહેલા વિરોધ પણ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment