કહેવાય છે કે જો સાચા ઈરાદાથી કોઈ કામ કરો તો સફળતા સામેથી હાલીને આવે છે. તમે ઘણા લોકોના સફળતાની કહાની સોશિયલ મીડિયા પર સાંભળી લેશે. ત્યારે આજે આપણે એક મહિલાની વાત કરવાના છીએ જેની સફળતાની કહાની સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
એક સમયે મજૂરી કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતી આ મહિલા આજે કરોડો રૂપિયાના વ્યવસાયની માલકીન બની ગઈ છે. તો ચાલો જાણીએ કોણ છે આ મહિલા. આ મહિલાનું નામ પાબીબેન રબારી છે અને તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના નાનકડા એવા ભાદ્રોઈના રહેવાસી છે.
પાબીબેને પોતાની આવડતથી આજે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. તેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરેલા છે. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેના કારણે ઘરની તમામ જવાબદારીઓ તેમની માતા પર આવી ગઈ હતી.
આવા સંજોગોમાં પાબીબેને પોતાની માતાને મદદ કરવાનું શરૂ કર્યું હતું. તેમને લગભગ એક વર્ષ સુધી લોકોના ઘરમાં એક રૂપિયામાં પાણી ભરવાનું કામ કર્યું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે તેમને માત્ર ચાર ચોપડી ભણવાનો જ મોકો મળ્યો હતો. પાબીબેને જણાવ્યું કે, તેઓ આખો દિવસ કામ કર્યા બાદ ઘરે આવતા ત્યારે રાત્રે પોતાની માતા પાસે ભરતકામ શીલતા હતા.
તેમને પરંપરાગત એમ્બ્રોડરી વણાટમાં કામ ઘણું સારું આવડે છે. વધુમાં તેમને જણાવ્યું કે 1998માં તેમને પરંપરાગત કળા સંસ્થા સાથે કામ કરવાની તક મળી જ્યાં મેં આ કળાને હરી-જરી નામ આપ્યું અને મે ભરતકામમાં ધીમે ધીમે નિપુણતા મેળવી. પછી લાંબા સમય સુધી હું ત્યાં કામ કરતી હતી અને મને 300 રૂપિયા પગાર મળતો હતો.
પછી ગામની મહિલાઓ સાથે પાબીબેને કોમ નામની પેઢી બનાવી. તેમને જણાવ્યું કે આજે અમારી પેઢીને 70000 નો પહેલો એવોર્ડ મળ્યો હતો. તેમના કહેવા અનુસાર આજે અમારી કંપની વર્ષે 20 લાખ રૂપિયાનું મોટું ટન ઓવર કરે છે અને માતાજીની કૃપાથી અમે ખૂબ જ આગળ વધ્યા છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment