માં મોગલના તો તમે અનેક પરચા સાંભળ્યા જ હશે. તેઓના વિશે વાત કરીએ તેટલી ઓછી છે. કબરાઉ સ્થિત મોગલ ધામમાં હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે. માં મોગલ પોતાના તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેઓને દુઃખોમાંથી મુક્તિ આપે છે. માં મોગલ હંમેશા તેઓના ભક્તોને સાંભળે છે જેથી તેમના ભક્તોની વિશ્વાસમાં તેમના પ્રત્યે ખૂબ જ વધતો જાય છે. માં મોગલનું નામ આવે એટલે સૌ કોઈ બોલી ઊઠે છે જય માં મોગલ, ત્યારે માં મોગલ ના પરચા અપરંપાર છે.
તેઓ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શક્તી નથી અને તેઓ વારંવાર હજારો લોકોને પરચા બતાવ્યા કરે છે. ત્યારે માં મોગલ ના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે. એવામાં ઘણા લોકો તેમની સમસ્યા અને દુઃખ દૂર કરવા માટે મોગલ ની માનતા પણ માને છે અને માં મોગલ પૂર્ણ કરે છે. કોઈ પણ કઠિનમાં કઠિન કામ માં મોગલના આશીર્વાદ માત્રથી પૂર્ણ થઇ જતા હોય છે.
એવામાં એક દંપતી કે જેની માનતા પૂરી થઈ હોવાથી તેઓ કબરાઉ સ્થિત માં મોગલ ધામમાં આવી પહોંચે છે અને માં મોગલ ના આશીર્વાદ લઇ છે. ત્યારે ત્યાં સ્થિત એવા મણીધર બાપુ આ દંપતીને જ્યારે માનતા પાછળનું કારણ પૂછ્યું છે. ત્યારે વાત કરતાં જણાવે છે કે મહિલાને ખૂબ જ પગની તકલીફ હતી. તેનો પગનો દુખાવો તેને અસહ્ય પીડા આપી રહી હતી.
તેવામાં તેની ઘણી સારવાર કરાવી પરંતુ કોઈ નિવારણ ના આવ્યો. ત્યારે હજારો લાખો રૂપિયા આપવા છતાં સમસ્યાનું સમાધાન ન આવ્યું. છેવટે માં મોગલ ને યાદ કરી કે માં મોગલ મારા પગ નો દુખાવો દુર થઇ જાય તો હું મારા પગથી ચાલીને મોગલધામ આવીશ અને 5100 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરીશ. જેને માં મોગલ થોડાક જ દિવસોમાં પરચો બતાવ્યો અને તેનો પગ નો દુખાવો દુર થઈ ગયા.
તેથી એ મહિલા તેની માનતા પૂર્ણ કરવા માટે તેના પગે ચાલીને મોગલધામ આવી પડશે અને માં મોગલના આશીર્વાદ લીધા. ત્યારે મહિલાએ જણાવતા કહ્યું કે માં મોગલ ને યાદ કરવા માત્ર થી માં મોગલ ભક્તોના દુઃખ દૂર કરી નાખશે. એ વાત સાચી છે ત્યારે બાપુએ આ બધી જ વાત સાંભળી અને યુવતીને 5100 માં એક રૂપિયો પધારીને આશીર્વાદ આપતાં કહ્યું કે માં મોગલ એ તમારી માનતા પુરી કરી છે.
આ રૂપિયા તમારી દીકરીને આપજો અને માં મોગલના આશીર્વાદ સદાય તમારી સાથે છે તે કોઈ દિવસ તેમના ભક્તોને દુખી જોવા નથી માંગતી અને તેને કોઈ દાન, ભેટ કે સોના ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમના દર્શન માત્રથી અને શ્રદ્ધા રાખવાથી માં મોગલ દુઃખ દૂર કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment