કોરોના મહામારી ના કારણે કેટલાંક ક્ષેત્રો પ્રભાવિત થયા છે અને ઘણા કાર્યક્રમ અને સમારોહમાં પણ કોરોના ના ખરાબ પ્રભાવને કારણે તેને રદ કરવાની ફરજ પડી છે અથવા તો તેને વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવ્યા છે.ધીરે-ધીરે અનલૉક ના અલગ અલગ તબક્કા દરમિયાન ઘણી વસ્તુઓ અને.
સેવાઓ ફરીથી શરૂ થાય અને પુનઃ જિંદગી પાટા પર ચડવા લાગી, જોકે મહત્વની વાત એ છે કે હજુ ઘણા ક્ષેત્રોમાં મહામારીની અસર યથાવત છે અને ખાસ કરીને દેશનો ગણતંત્ર તમારો પણ તેનાથી અછૂતો રહી શક્યો નથી.70 વર્ષમાં આ ચોથો પ્રસંગ એવો હશે કે.
જ્યારે દેસનો પ્રજાસત્તાક દિવસ કોઈ પણ મુખ્ય અતિથિ વગર ઉજવવામાં આવશે. આ વખતે બ્રિટનની અંદર ઉદ્ભવેલા નવા કોરોના સ્ટ્રેન અને પછીથી વિકરાળ બનેલી આ પરિસ્થિતિઓને કારણે ત્યાના વડાપ્રધાન બોરિસ જ્હોનસન ભારત આવી શકે તેમ નથી.
આ બાબતની જાણકારી તેઓએ ફોન દ્વારા પ્રધાનમંત્રી મોદી ને આપી હતી અને મહત્વનું છે કે યુકેના વડાપ્રધાન આ વખતે ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા, તેમને આમંત્રણ અમને મંજૂર પણ આપ્યું હતું અને તેમના દેશમાં કોરોના ના લીધે પરિસ્થિતિ વિકટ બનતા.
તેમને ભારત પ્રવાસ રદ કર્યો હતો અને આ અંગેની માહિતી પીએમ મોદીને ફોન દ્વારા આપવામાં આવી હતી.મહત્વનું છે કે આ પહેલીવાર નથી કે જ્યારે ગણતંત્ર દિવસે કોઈ મુખ્ય અતિથિ ન હોય, 1952,1956 અને 1966 માં પણ ગણતંત્ર દિવસની.
ઉજવણી મુખ્ય અતિથિ વગર કરાય ચૂકી છે.બિનકોંગ્રેસી સરકારના સમયગાળામાં પણ આ પહેલી વાર હશે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી મુખ્ય અતિથિ વગર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment