પ્રથમ દિવસે કોલેજ આવનાર વિદ્યાર્થીઓનું કરાશે સ્વાગત અને ભેટમાં અપાશે આ વસ્તુઓ, રાજ્ય સરકારની મોટી જાહેરાત

Published on: 9:33 am, Fri, 8 January 21

ગુજરાત રાજ્યમાં હાલ કોરોના કાળની વચ્ચે રાજ્ય સરકારે 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવા જઇ રહી છે.તે પહેલા ગુજરાત સરકાર દ્વારા કોલેજ કરવા મુદ્દે જાહેરાત કરવામાં આવી છે અને પ્રથમ દિવસે કોલેજ આવનાર વિદ્યાર્થીઓ નું સ્વાગત કરવામાં આવશે.

અને તેઓને ભેટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે.પ્રથમ દિવસે કોલેજ આવનાર વિદ્યાર્થીઓ નું સ્વાગત ની સાથે તેઓને ભેટ સ્વરૂપે માસ્ક અને સેનીટાઈઝર જેવી વસ્તુઓ આ કીટમાં આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓને ફરજિયાત બોલાવી નહીં શકાય.

તેમજ તમામ કોલેજો એ માર્ગદર્શિકાનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.કોરોના મહામારી વચ્ચે કેટલાક મહિનાના લાંબા સમયગાળા બાદ ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજો વિદ્યાર્થીઓથી ધમધમતી કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ એ વાલીઓની સંમતિ પત્ર લઈને શાળાએ જમા કરાવવાનું રહેશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં ધોરણ 10 અને 12 તેમજ સ્નાતક અને અનુસ્નાતક છેલ્લા.

વર્ષનું શૈક્ષણિક કાર્ય ૧૧મી જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારના રોજ જાહેરાત કરી હતી અને રાજ્યની તમામ બોર્ડ સાથે સંકળાયેલી સરકારી ગ્રાન્ટેડ તેમજ ખાનગી સ્કૂલ કોલેજો ને આ નિર્ણય લાગુ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!