સૌરાષ્ટ્રનું આ ગામ સાતમી વખત બેટમાં ફેરવાઈ ગયું, જિલ્લામાં અતિવૃષ્ટિ જાહેર કરવી પડે તેવી સ્થિતિ

223

દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જાહેર કરવી પડે તેવી સ્થિતિ નું સર્જન થયું છે. છેલ્લા 30 વર્ષની સરખામણીમાં આ વખતે દ્વારકામાં ત્રણ ગણો વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી 82 ઈંચ વરસાદ પડ્યો છે. ભાણવડ તાલુકામાં 360% અને ખંભાળિયામાં 348% વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં સાડા આઠ ઈંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને નુકસાન થયું છે.તો જમારાવાલ ગામ સતત સાતમી વખત બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં જ્યાં જોઈએ ત્યાં પાણી જ દેખાય છે. ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.

જામરવાલ ઈતિહાસમાં એક જ સીઝનમાં સાત વખત બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં પાણી ઘુસતા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!