મિત્રો આપણે સૌ કોઈ લોકોએ ઘણા દાનવીર લોકો વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે અમે તમને એક એવા ખેડૂતની વાત કરવાના છીએ. જેમનું કામ સાંભળીને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો. આ ખેડૂત વિશે વાત કરીએ તો તેઓ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના માધવપુર ગામના રહેવાસી છે.
તેમનું નામ બ્રિજેન્દ્ર મહેન્દ્રસિંહ વંશી છે. તેમની ઉદારતા જોઈને તમે પણ વાહ વાહ કરશો. આ ખેડૂતે તેમના ગામના અને આસપાસના બાળકોને સારું એવું શિક્ષણ મળે તે માટે અમુક વીઘા જમીન સરકારને શાળા બનાવવા માટે દાનમાં આપી દીધી હતી.
જેના કારણે ગામના બાળકો સારો અને સર્વશ્રેષ્ઠ અભ્યાસ કરી શકે. ખેડૂતે સરકારને શાળા બનાવવા માટે પોતાની ચાર વીઘા જમીન દાનમાં આપી દીધી હતી. આ ખેડૂતે સરકારની જમીન દાનમાં આપીને એક નવો દાખલો બેસાડ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, ખેડૂતે દાનમાં આપેલી જમીનની કિંમત 25 લાખ રૂપિયા હતી. ખેડૂતે જરાક પણ વિચાર્યા વગર બાળકોના સારા ભવિષ્ય માટે પોતાની ચાર વીઘા જમીન દાનમાં આપી દીધી હતી.
પછી તો ખેડૂતના આ કામની ચર્ચાઓ ચારેય બાજુ થવા લાગી હતી. લોકો આ ખેડૂતના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. ઉપરાંત ગામના લોકો દ્વારા ખેડૂતનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment