ગુજરાતના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાયા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભુપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ મંત્રીઓને પણ તેમના ખાતાઓ ફાળવી દેવામાં આવ્યા છે અને હવે મંત્રીઓ તેમની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીની તૈયારીના લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે તો કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ દ્વારા મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે કોવિડ 19 ન્યાયયાત્રા ને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
નીતિન પટેલને લઈને તેમને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ નીતિન પટેલ સાથે અન્યાય કરી રહ્યા છે.નીતિન પટેલ સાથે અન્યાય થયો છે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment