ભચાઉ પાસે ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો, 6 લોકો ઇજાગ્રસ્ત…

Published on: 3:09 pm, Tue, 21 September 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ભચાઉ થી ગાંધીધામ તરફના ધોરીમાર્ગ પર આજરોજ એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર ગાંધીધામ તરફના ધોરીમાર્ગ પર એક ટ્રકની પાછળ અચાનક ખાનગી બસ ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ બસની જમણી બાજુનો ભાગ 7 થી 8 ફૂટ સુધી ચિરાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં પાંચથી છ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા 108 ને હાઇવે પેટ્રોલિંગ વાહન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બસ અમદાવાદ થી મુન્દ્રા તરફ જતી ખાનગી બસ ભચાઉથી ગાંધીધામ તરફ જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં સાત વાગ્યાની આસપાસ રોડ પર બંધ પડેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં પાંચથી છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના બસ નો એક ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માતમાં કોઈપણ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભચાઉ પાસે ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો, 6 લોકો ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*