ભારતના પૂર્વ બેટ્સમેન અને ભાજપના દિગ્ગજ નેતા એટલે કે સાંસદ ગૌતમ ગંભીરે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ માટે એક કરોડ ના રૂપિયા ફાળો આપ્યો છે. ક્રિકેટર થી નેતા બનેલા ગંભીરે કહ્યું કે,આ રકમ તેમને અને તેમના પરિવારે અયોધ્યામાં ભવ્ય રામમંદિર ના નિર્માણ માટે આપી છે.
જે તમામ ભારતીયો સપનું છે. પૂર્વ દિલ્હીના સંસદ એ કહ્યું કે ભવ્ય રામ મંદિર તમામ ભારતીય નું સપનું છે. આ માટે મારા અને મારા પરિવાર તરફથી આ રકમ એક નાનકડું યોગદાન છે.દિલ્હી ભાજપના મહાસચિવ.
અને અભિયાનના સંયોજક ફૂલજીત ચહલે જણાવ્યું કે.આનો ઉપયોગ લોકો પાસેથી ફાળો મેળવવા માટે કરવામાં આવશે. ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર 2 વાર વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો છે.
તેને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2007 ની ફાઇનલમાં પાકિસ્તાનને વિરુદ્ધ 75 રનની ઇનિંગ રમી હતી તો વનડે વર્લ્ડ કપ 2011 માં શ્રીલંકાની વિરુદ્ધ ફાઇનલમાં 97 રણ બનાવ્યા હતા.ભારત તરફથી ગંભીર 58 ટેસ્ટ,147 વનડે અને 37 ટી 20 મેચ રમ્યો છે.
ટેસ્ટમાં ગંભીરે લગભગ 42 ની સરેરાશ થી 4154 રન, વન-ડેમાં લગભગ 40 ની સરેરાશ થી 5238 અને ટી 20 માં 937 રન બનાવ્યા છે. આ ઉપરાંત ગંભીર આઈપીએલમાં પણ અત્યંત સફળ બેટ્સમેન અને કેપ્ટન રહો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment