શું સરકારના આ નિર્ણય બાદ આવતીકાલથી ખેડૂત આંદોલન સમેટાઇ જશે, જાણો.

Published on: 7:04 pm, Thu, 21 January 21

દિલ્હીની બોર્ડર ઉપર કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું ત્યારે ખેડૂત સંગઠન આજરોજ બેઠક મળી હતી.

જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમજ સરકારના પ્રસ્તાવ અંગે 22 મી જાન્યુઆરી જવાબ આપવામાં આવશે અને આમ જો ખેડૂત આંદોલન ની બેઠકમાં સરકારનો પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો ખેડૂત આંદોલન સમેટાઈ શકે છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે ત્રણ કાયદા માટે તબક્કાવાર અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર કોઇપણ કિંમત ઉપર કૃષિ કાયદો પરત નહીં ખેંચે અને કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનની એક કમિટી બનાવી દઈએ.

જ્યાં સુધી વચ્ચેનો માર્ગ ન નીકળે ત્યાં સુધી કાયદો લાગુ કરવામાં નહીં આવે. સંયુક્ત ખેડૂત મોરચા ના દર્શન પાલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠક સકારાત્મક રહ્યુ અને આ દરમિયાન કૃષિ કાયદા MSP સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

આજની બેઠકમાં ખેડૂત સંગઠનો આ અંગે ચર્ચા કરી આગળની રણનીતિ તૈયાર કરશે.26મી જાન્યુઆરી કે ટ્રેક્ટર પર અંગે દર્શન પાલે કહ્યું કે પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે અને જેમાં માત્ર પૂર્વ સૈનિકો સાથે.

ખેલાડીઓ સહિત અન્ય વર્ગોના લોકો સામેલ થશે અને બધી સરહદ પર ખેડૂત આંદોલન માટે કરવામાં આવી રહેલો તૈયારીઓ ની ઝાંખી તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!