દેશમાં અનેક ચમત્કારી દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. અનેક એવા દેવી-દેવતાઓના મંદિર છે જેનો મહિમા ખૂબ જ અનેરો હોય છે. ત્યારે આજે અમે તમને માતાજીના એક એવા મંદિર વિશે જણાવવાના છીએ જે 5 વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. આ મંદિરની વાત કરીએ તો અહીં માત્ર પુરુષોને જ એન્ટ્રી આપવામાં આવે છે.
તો ચાલો જાણીએ આ મંદિર ક્યાં આવેલું છે અને મંદિરનો અનોખો ઇતિહાસ. આ મંદિર નિરાઈ માતાનું છે અને તે છત્તીસગઢમાં આવેલું છે. મંદિર અહીં થનારી અવિશ્વાસનીય ચમત્કારી ઘટનાઓ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન એક જ્યોત પ્રગટાવવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન આ જ્યોત તેલ કે ઘી વગર અખંડ ચાલે છે.
અહીં મંદિરમાં માતાજીના દર્શન કરવા કોઈ નાની-મોટી વાત નથી. કારણ કે આ મંદિર પાંચ વર્ષમાં માત્ર એક જ દિવસ ખુલે છે. પહેલું નોરતું હોય ત્યારે સવારે 4 વાગે આ મંદિર ખુલે છે અને સવારે 9:00 વાગે જ આ મંદિર બંધ થઈ જાય છે. એટલે કે પાંચ કલાક માટે જ આ મંદિરને ખોલવામાં આવે છે.
જ્યારે પહેલું નોરતું હોય ત્યારે વહેલી સવારથી જ અહીં માતાજીના દર્શન કરવા માટે મોટી લાઈન લાગી જાય છે અને મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. અહીં માતાજીને નાળિયેર અને અગરબત્તી અર્પણ કરવામાં આવે છે. મંદિર બંધ થઈ જાય પછી બાકીના દિવસોમાં અહીં આવવા પર પ્રતિબંધ છે.
અહીં મંદિરમાં મહિલાઓને પ્રવેશ અને પૂજા કરવાની મંજૂરી નથી. માત્ર પુરુષો જ અહીં પૂજા અર્ચના કરી શકે છે. અહીં નો પ્રસાદ પણ મહિલા આરોગી શક્તિ નથી. એવું કહેવાય છે કે અઘટતિ ઘટનાઓ બને છે આવું કરવાથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment