પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને સુપ્રીમે આપ્યું આ નિવેદન.

દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે રેલી કાઢવાના મુદ્દે સુનાવણી કરવાનો સુપ્રીમકોર્ટે આજે પણ ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે આ બાબતે દિલ્હી પોલીસને નિર્ણય કરવાનો છે અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી સૂચના આપી હતી કે ટેકટર મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લેવામાં આવે.

બે મહિના જેટલો સમય પૂર્ણ થવાને આરે છે ત્યારે દિલ્હીના સીમાડે અડ્ડો જમાવીને બેઠેલા હજારો ખેડૂતો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને પરેડ યોજી રહી હોય ત્યારે ટ્રેક્ટર રેલી કાઢવાની ધમકી ઉચ્ચારતા

દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર બંને ચોંકી ઊઠયા હતા.સુપ્રીમ કોર્ટે બીજી વાર આ મુદ્દે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને સુપ્રીમે કહ્યું હતું કે અમે આ અરજી વિશે કાંઈ આદેશ આપી શકીએ નહીં.તમને અરજી પાછી ખેંચી હોય તો અમે પરવાનગી આપી હતી

અને આમ હવે આ મુદ્દો ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે નો થઈ ગયો છે. ખેડૂતો પોતાની જીદ પર અડગ છે અને સરકાર પોતાની જીદ પર મક્કમ છે. ખેડૂતોને આંદોલન દરમિયાન જ 20 થી વધુ ખેડૂતોએ પોતાની જાન ગુમાવી ચૂક્યા છે.

દિલ્હીમાં હાડકા થીજી જાય એવી કાતિલ ઠંડીમાં પણ ખેડૂતો જ્યાં છે ત્યાં અડગ બેઠા છે.ખેડૂતો માટે પ્લાસ્ટિકના તંબુ, હરતા-ફરતા શૌચાલયો અને બંને સમય જમાડતું લંગર, ચા-પાણી અને જીવન જરૂરિયાતની ચીજો મફત આપતો

કિસાન મોલ હોવાથી ખેડૂતોને કોઈ તકલીફ નથી. એ લોકોએ તો એવી ચેતવણી આપી છે કે અમે 2024 ની સંસદીય ચૂંટણી સુધી અહીં બેસી રહેવા તૈયાર છીએ.અમારી એક જ માગણી છે કે સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા.

અને અમને સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ પર ભરોસો નથી. કાયદા સુપ્રીમ કોર્ટે નથી ઘડિયા અને સરકારે ઘડીયા છે એટલે સરકાર કાયદા પાછા ખેંચે તો અમે બીજી મિનિટે અહીં રવાના થઈ જશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*