ડાયમંડ સિટી સુરતમાં વધતા ટ્રાફિકને નિવારવા માટે સુરત કાર્યક્રમમાં શહેર ટ્રાફિક પોલીસ અને ટેક્સટાઇલ માર્કેટ સંગઠનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સુરતમાં સવારે 9 થી 12 અને સાંજે 6 થી 9 સુધી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટ્રાફિકની સમસ્યા મુદ્દે આજે ટેક્સટાઇલ માર્કેટ સંગઠનો દ્વારા શહેર પોલીસની એક બેઠક યોજાઇ હતી.બેઠકમાં શહેરમાં વધતા જતાં ટ્રાફિક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને બેઠકના અંતે શહેરમાં મોટા વાહનોના પ્રવેશ પર સવારે.
9 થી 12 અને સાંજે 6 થી 9 સુધી પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધ રીંગ રોડ વિસ્તાર માટે છે જેને લઇને જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે.ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ટ્રક,ટેમ્પો સહિતની લોડીંગ રીક્ષા પર પ્રતિબંધ મુકાયો છે.
સુરતમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયમંડ સિટી સુરત માં મોટા વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.
તે ટ્રાફિક નું નિરાકરણ લાવવા માટે સુરત પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ નિયમ આવતીકાલથી લાગુ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!