વડોદરામાં 6 વર્ષના દીકરાનું આ વાક્ય બન્યું તેના મૃત્યુનું કારણ, માતાએ પ્રેમી માટે 6 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના…

વડોદરાના સાવલી તાલુકાના પસવા ગામમાં એક માતાએ પોતાના છ વર્ષના દીકરાનો જીવ લઈ લીધો હતો. માતાએ પોતાના પ્રેમી માટે પોતાના દીકરાનો જીવ લીધો હતો. માતા પ્રેમમાં અંધ બની ગઈ હતી અને તેને પોતાના પ્રેમી સાથે મળીને દીકરાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મોટો ખુલાસો કર્યો છે.

મળતી માહિતી અનુસાર દીકરાના જીવ લીધા બાદ આરોપી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે બંનેને જેલમાં ધકેલી દીધા છે. મળતી માહિતી અનુસાર આરોપી સુમિત્રા દોઢ વર્ષ પહેલા પ્રેમી કિશન રાવલ સાથે પ્રેમમાં હતી.

સુમિત્રાએ છ વર્ષના દીકરા પ્રિન્સે પ્રેમી કિશનને ઓળખી મોટા બાપાને જણાવ્યું હતું કે, આ અંકલ સાથે અમે ભમરઘોડા ગામ સહિત અનેક જગ્યાએ ફરવા ગયા છીએ. અંકલ અમને કારમાં મૂકવા પણ આવતા હતા. માસુમ દીકરાનું આ જ વાક્ય તેના મૃત્યુનું કારણ બની ગયું હતું.

મળતી માહિતી અનુસાર 27 જૂનના રોજ સુમિત્રાએ પોતાના જ દીકરાનો જીવ લઈ લીધો હતો. આટલું જ નહીં પરંતુ આ ઘટનાને અકસ્માતમાં ફેરવવા માટે ખેતર પાસે આવેલી કેનાલના થાંભલામાં દીકરાનું ફસાવી દીધું હતું. ત્યારે આ દ્રશ્યો ખેતરમાં કામ કરી રહેલા શારદાબેન જોઈ ગયા હતા અને તેમને બૂમાબૂમ કરી હતી.

ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. છ વર્ષના દીકરાનો જીવ લઈને ઘરે ગયેલી સુમિત્રાએ પોતાની ત્રણ વર્ષની દીકરી અને પતિનો પણ જીવ લેવાનું નક્કી કર્યું હતું.

સમગ્ર ઘટનાને લઇને આરોપી મહિલાના પ્રેમીએ જણાવ્યું કે, સુમિત્રા મને મળવા માટે વારંવાર પોતાના ઘરે ઝઘડો કરીને પિયર આવતી રહેતી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ સમગ્ર ઘટનાની સાવલી પોલીસે રિમાન્ડ માંગી ન હતી તેથી કોર્ટે બંનેને જેલમાં ધકેલી દીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*