મિત્રો આપણા દેશમાં લોકો ભગવાન પર શ્રદ્ધા અને આસ્થા રાખીને તેમની માનતા માનતા હોય છે. જ્યારે સાચા મને માનેલી માનતા પૂર્ણ થાય છે. ત્યારે ભક્તોમાં ભગવાન પ્રત્યે એક અલગ જ ખુશી જોવા મળે છે. પછી ભક્તો ખુશીમાં ભગવાન કે માતાજીને મોંઘી વસ્તુઓની ભેટ ધરાવતા હોય છે કે દાન કરતા હોય છે.
ત્યારે આજે અમે તમને તેવા જઇક કિસ્સાની વાત કરવાના છીએ. અહીં એક વ્યક્તિની માનતા પૂર્ણ થતા તેને પોતાના પરિવાર સાથે રામદેવજી મહારાજને ચાંદીથી બનેલા બે ઘોડા અર્પણ કર્યા હતા.
એક ઘોડાનો આશરે વજન 150 કિલો અને બીજા ઘોડાનો આશરે વજન 20 કિલો છે. આ બંને ઘોડાની કિંમત આવશે એક કરોડ રૂપિયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે પરંતુ અમે આજરોજ તમારી વચ્ચે આ કહેશો રજૂ કરી રહ્યા છીએ.
આ વાતના સમાચાર મળતા જ લોકો દૂર દૂરથી ચાંદીના ઘોડા જોવા માટે ઉમટી પડ્યા છે. મિત્રો આપણે સૌ જાણતા હશું કે રાજસ્થાનમાં રામદેવપીરનું મંદિર આવેલું છે. દરરોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો રામદેવપીરજી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે.
ત્યારે દાનવીર એવા મુંબઈના ઓમ પ્રકાશ ખત્રી નામના વ્યક્તિએ અહી રામદેવપીરજી મહારાજને બે ચાંદીના ઘોડા અર્પણ કર્યા હતા. મળતી માહિતી અનુસાર ઘોડા ઘણા ટાઈમ પહેલા બનાવવામાં આવ્યા હતા.
પરંતુ કોરોનાની મહામારીના કારણે ઘોડા અર્પણ કરવામાં આવ્યા ન હતા. કોરોનાની મહામારી ગયા બાદ ઓમ પ્રકાશ ખત્રી પોતાના પરિવાર સાથે રામદેવપીરજી મહારાજના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને અહીં તેમને ચાંદીના બંને ઘોડા અર્પણ કર્યા હતા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment