કહેવાય છે ને કે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ નો જેટલો દબદબો છે એટલો બીજા કોઈનો નથી. આજે આપણે એવા દંપતીની વાત કરીશું જે અમેરિકામાં ફ્લોરીડામાં રાજાશૈલી જેવું જીવન જીવે છે. આમ પણ ગુજરાતીઓના રંગે રંગમાં ધંધાદારી વસેલી છે.
આ દંપતી ડોક્ટર હતા પરંતુ તેમને પોતાના કોઠા સુઝ થી આજે અમેરિકામાં સૌથી મોટું ઘર બનાવ્યું છે એને આ ઘર મુકેશ અંબાણીના ઘર કરતાં પણ વિશેષ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો જન્મ આફ્રિકા ઝાબિયા ખાતે થયો હતો છતાં પણ તેઓએ પોતાને આપણે જીવનમાં અથાક પરિશ્રમ થકી સફળતા મેળવી છે.
આપને વાત કરીએ છીએ ડો.કિરણ પટેલ અને ડો.પલ્લવી પટેલ જે આજે અમેરિકામાં વસવાટ કરે છે અને બંને ભારતમાં રહેતા ન હોવા છતાં હજુ તેઓ ભારતમાં અબજો રૂપિયાનું દાન કરે છે. અંતે ખૂબ જ ખાસ છે કારણ કે બંને પોતાની મેળે અને અથાગ મહેનત થકી ધનવાન વ્યક્તિ બન્યા છે.
કેરોલવુડ વિસ્તારમાં આવેલ વ્હાઇટ ટ્રાઈટ લેક ની નજીક 17 એકર જમીન પર આ પટેલ પરિવાર નું ઘર તૈયાર કરવામાં આવેલ છે. અંદાજે 35 હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલો આ આલીશાન મકાનની ડિઝાઇન ભારતના કેટલાક મહેલો પરથી બનાવવામાં આવી છે.
હાલના બન્ને દંપતીઓ નિવૃત્ત જીવન પસાર કરે છે પરંતુ બન્ને એક સમયે સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બન્ને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પ્રેમલગ્ન કર્યા છે. આજે તેઓ બધા 15 સભ્યોનો સંયુક્ત કુટુંબમાં એક જ ઘરમાં રહે છે. જેમાં ઘર બધાને અલગ અલગ છે છતાં પણ તેઓ એક જ રસોડે જમે છે. ખરેખર આને જ કહેવાય સાચા ગુજરાતી જેમને અમેરિકામાં રહીને પણ પોતાના વતન માટે ઘણું કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment