સુરતમાં બાઇક સવાર કાકા-ભત્રીજાનું ઓવરટેક કરતી વખતે થયો અકસ્માત, 17 વર્ષીય ભત્રીજા નું મૃત્યુ…

72

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણા ની નાનકડી ભૂલને કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે સુરતની અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં ડીંડોલી-ગોડાદરા બ્રિજ ઉપર બાઈક સવાર કાકા-ભત્રીજાનું ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો છે.

અકસ્માત દરમિયાન 17 વર્ષીય ભત્રીજા નું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારના રોજ સાંજે બનેલી હતી. અકસ્માત બન્યો ત્યારે કાકા અને ભત્રીજા ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ત્યારે હોસ્પિટલમાં 17 વર્ષીય રોહિતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા ઉમેશભાઈ અને જેનો 17 વર્ષનો ભત્રીજો રોહિત સબંધી ની બર્થડે પાર્ટીમાં આવ્યા હતા.

ત્યારબાદ તેઓ સાંજના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાકા અને ભત્રીજો બાઈક પર ડીંડોલી ગોડાદરા બ્રિજ પર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન તેઓ ઓવરટેક કરવા જાય છે.

અને બાઇક પરથી બેલેન્સ ગુમાવે છે. તે દરમિયાન રોડના ડિવાઇડરમાં મુકેલા ફૂલના કૂંડા સાથે ટકરાતા તેઓ જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બંને કાકા ભત્રીજા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન રોહિત નું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!