હાલમાં સોશિયલ મીડિયામાં એક વૃદ્ધ દાદીનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ વીડિયોમાં એક દાદીમાં હરિદ્વારના હર કી પૌડી પુલ પરથી ગંગા નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવે છે. હાલમાં આ દાદી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે આ વૃદ્ધ દાદી હરિયાણાના છે. દાદીમાં કોઇપણ પ્રકારના ડર વગર ગંગા નદીમાં છલાંગ લગાવી દે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો જોકે ઉઠ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, હરિયાણાના જીંદમાં રહેતા એક વૃદ્ધ મહિલા હરિદ્વારના હર કી પૌડીમાં સ્નાન કરી રહ્યા હતા.
આ દરમિયાન હર કી પૌડીના પુલ પરથી કેટલાંક યુવાની આવો ગંગા નદીમાં છલાંગ લગાવી રહ્યા હતા. જેને જોઈને દાદીમાને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા હતા. તેથી દાદીમાનો ઉત્સાહ વધ્યો અને તેઓ પણ પુલ પરથી ગંગા નદીમાં છલાંગ લગાવવા માટે પુલની ઉપર પહોંચી ગયા હતા.
ત્યારબાદ દાદીમાએ હજારો લોકોની નજરની સામે પુલ ઉપરથી ગંગા નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવી હતી. દાદીમાને જોઈને ત્યાં ઉભેલા ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. કેટલાક લોકોએ તો દાદીમાના આ પરાક્રમ નો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કર્યો હતો.
હાલમાં દાદીમાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને ઘણા લોકોનો તો શ્વાસ અધર થઈ ગયો છે. ઘણા લોકો દાદીમાના હિંમતની વાહ વાહ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગંગા નદીમાં છલાંગ લગાવ્યા બાદ દાદીમાં ઝડપથી તરીને કિનારે પહોંચી જાય છે.
हर हर गंगे…🙏
70 years old dadi jumping into the Ganges river from the bridge of Har Ki Pauri, Haridwar and she swimming comfortably.
Really this is unexpected.@ActorMadhavan @ShefVaidya @amritabhinder @bhumipednekar @VidyutJammwal @divyadutta25 @ImRaina @harbhajan_singh pic.twitter.com/kaCpXH8hy1
— Rajan Rai (@RajanRa05092776) June 28, 2022
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં લોકો પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment