કામ શોધવા નીકળેલા 20 વર્ષના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકના મૃતદેહને નદીમાં ફેંકી દેવામાં આવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 2:25 pm, Wed, 29 June 22

મિત્રો આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર મિત્રો સાથે કામની શોધમાં નીકળેલા 20 વર્ષના યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો છે. પોલીસને યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, યુવકના શરીરમાંથી કેટલાક અંગો કાઢી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર 11 જૂનના રોજ યુવક કામની શોધમાં ઘરેથી નીકળી ગયો હતો. જ્યારે 16 જૂનના રોજ પોલીસને યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. યુવકના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું, તે આધારકાર્ડનું નામ ખોટું હતું. યુવકની કોઈપણ પ્રકારની ઓળખ ન થતા પોલીસે યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગ્વાલિયરથી સામે આવી છે. યુવક ગવાલિયરથી પોતાના મિત્રો સાથે બિહાર કામની શોધમાં ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ અક્ષય હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.

અક્ષય 11 જૂન ના રોજ પટેલ નગર માં ભાડાના મકાનમાં રહેતા તેના મિત્રો સાથે કામની શોધમાં ઘરેથી નીકળ્યો હતો. મળતી માહિતી અનુસાર 16 જૂનના રોજ બિહારના રોહતાશમાં એક નહેરમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકના ખિસ્સામાંથી એક મોબાઇલ અને એક આધાર કાર્ડ મળી આવ્યું હતું તેમાં સાહિલ નામ લખેલું હતું.

આ ઉપરાંત બિહાર પોલીસને એક સ્લીપ માંથી ફોન નંબર પણ મળી આવ્યો હતો. ફોન નંબર પર પૂછપરછ કરવામાં આવી ત્યારે ત્યાંથી કોઈ પણ પ્રકારની જાણ થઈ નહીં. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પોલીસે મૃતક યુવકના પરિવારજનોને ગોતી લીધા હતા. મૃત્યુ પામેલા અક્ષયના શરીરમાંથી અમુક અંગો કાઢી નાખવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાનો આરોપ છે કે, અક્ષયના મિત્રોએ તેને વેચી દીધો, તેના શરીરના અંગો કાઢી નાખવામાં આવ્યા તેઓ પિતાએ આરોપ લગાવ્યો છે. અક્ષયના પિતાનું કહેવું છે કે, તેના મિત્રોએ જ અક્ષયના શરીરના અંગો વેચી દીધા હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો