મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટતા ગુજરાત સહિત સમગ્ર દેશની જનતા હચમચી ગઈ છે. આ ઘટનામાં લગભગ એક સાથે 400 જેટલા લોકો પાણીમાં ખાબકીયા હતા. જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. આ ઘટનાને લઈને પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપ્યું હતું. તે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દેવ અને દિપક પારેખ સહિત 9 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મોરબીનો ઝુલતો પૂલ ત્યારે ત્યાં હાજર કેટલાક લોકો આ ઘટનાનો વિડીયો બનાવી રહ્યા હતા.
પરંતુ કેટલાક એવા પણ લોકો હતા. જેમને પોતાના જીવની ભરવા કર્યા વગર મચ્છુ નદીમાં કૂદીને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજે આપણે તેવા જ એક યુવક વિશે વાત કરવાના છીએ. જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચાલી રહી છે અને લોકો તેના મન મૂકીને વખાણ કરી રહ્યા છે. આ યુવકનું નામ હુસૈન પઠાણ છે. જેની ચર્ચા હાલમાં ચારે બાજુ ચાલી રહે છે.
જ્યારે પુલ તૂટ્યો ત્યારે હુસૈન ત્યાં હાજર હતો અને તેન પોતાના જીવની પરવા કર્યા વગર નદીમાં ડૂબી રહેલા ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ દિવસ પહેલા ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે ગત રવિવારના રોજ સાંજે અચાનક પૂલ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પૂલ તુટ્યો ત્યારે ઘટના સ્થળે બે પ્રકારના લોકો હતા.
પહેલા જે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા અને બીજા કે પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીમાં ડૂબી રહેલા લોકોનો જીવ બચાવી રહ્યા હતા. ત્યારે હુસૈન પઠાણી પોતાના જીવની જરાક પણ પરવા કર્યા વગર નદીમાં કૂદકો માર્યો હતો અને નદીમાં ડૂબી રહેલા લોકોનો જીવ બચાવવા લાગ્યો હતો. હુસૈને એકલા હાથે 50 જેટલા લોકોનો જીવ બચાવ્યો છે.
હુસૈનના આ કાર્યની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહે છે અને લોકો તેના આ કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. હુસૈનના આ કાર્ય વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મળતી માહિતી અનુસાર પોલીસે આ ઘટનાને લઈને નવ લોકોની ધરપકડ કરી છે. આ લોકો સામે પોલીસે આઈપીસી ની કલમ 304, 308 અને 114 મુજબ એફઆઇઆર નોંધવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment