હાલ થોડા સમય પહેલાં જ એ મોરબીમાં પુલ તુટવાની દુર્ઘટના આજે સમગ્ર ગુજરાતને હજમચાવી દીધું છે અને એ દુર્ઘટનામાં ઘણા લોકો મોતને ભેટ્યા તો ઘણા મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા એવા મૃતદેહ આવ્યા કે જેમની ઓળખ પણ ના થઈ હોવાથી તેમના પરિવારના સભ્યો લેવા પણ આવ્યા ન હતા.
એવામાં જ આજે વાત કરીશું એ મોરબીની એક મુસ્લિમ મહિલા કે જે 136 મૃતદેહનો પરિવાર બનીને તમામ બોલીને એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યારે આના પરથી કહી શકાય કે ધર્મ ભલે એક હોય પરંતુ તેણે માનવતા બતાવીને એ મોરબીના પુલ તૂટવાની દુર્ઘટનામાં ફસાયેલા એ તમામ 136 મૃતદેહોને હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી અને તમામ કાર્યવાહી પૂરી કરાવી મૃતદેહને પરિવાર સુધી પણ પહોંચાડ્યા હતા.
વિસ્તૃતમાં વાત કરું તો હસીનાબેન લાડકા નામની મહિલા કે જે કેટલાય સમયથી મોરબીમાં રહીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે અને જ્યારે કોઈ પણ દર્દી આવે તો તેની પાસે જઈ પૈસા કે અન્ય વ્યવસ્થા ન હોય ત્યારે હસીના બેન તેમની વ્યવસ્થા વિનામૂલ્ય પણ પૂરી પાડે છે. મુસ્લિમ હોવા છતાં તેઓ સર્વ ધર્મ સમભાવ માનીને તેઓ સૌ કોઈને માનવતા બતાવી રહ્યા છે.
ત્યારે હાલ જે રવિવારના દિવસે સાંજે મોરબીમાં પુલ તૂટવાની ઘટના બની કે તરત જ એ સમાચાર મળતાની સાથે હસીનાબેન સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચીને દર્દી કે મૃતદેહ આવે એ અગાઉ જ સ્ટ્રેચર તથા કયા વોર્ડમાં લઈ જવા એ માહિતી ભેગી કરી તૈયારી પણ રાખી હતી. જેવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવે કે તરત હસીનાબેન સ્ટ્રેચર લઈને બહાર આવી જતા અને મૃતદેહને અન્ય લોકોની મદદથી મૂકીને જે તે ગોળ તરફ પણ લઈ જતા હતા.
ખૂબ જ માનવતા દાખવીને હસીના બેને સિવિલ હોસ્પિટલમાં ઘણા મૃતદેહના ઓળખ કરાવી અને ફોર્મ ભરવામાં પછી પંચનામો કરવાની તમામ વિધિમાં તેઓ ખડે પગે ઊભા રહ્યા. હસીનાબેને નિસ્વાર્થ ભાવે સૌ કોઈને સેવા આપી અને અનેક પરિવારજન મૃતદેહ ખરાબ થઈ ચૂક્યો હોય તો તેની નજીક પણ હોતા જ હતા.
ત્યારે હસીનાબેન પોતાના પરિવારના સભ્યોની જેમ એ મૃતદેહને સાપ પણ કરતા હતા તેઓએ કોઈપણ સ્વાર્થ વિના જ સેવા આપી અને એમ્બ્યુલન્સ પણ એક સેવા કાર્યમાં આપી દીધી હતી. જે કોઈ લોકોને સગવડ ના હોય તેઓના ઘર સુધી તેમના મૃતદેહ પણ પહોંચાડ્યા અને માનવતાભર્યું કાર્ય કર્યુ. હસીનાબેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ધર્મ ભલે અલગ હોય પરંતુ ભગવાન બધા એક જ છે.
તેમણે એક નહીં પરંતુ 136 મૃતદેહ ની વ્યવસ્થા કરી અને કોઈપણ સ્વાર્થ વિના પોતાની ફરજ પણ પૂરી કરી અને સાથે માનવતા પણ દાખવી તેમણે વધુમાં જણાવ્યું કે આ અમૃતદેહોમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ હતા. તેઓને નમાજ માટે પણ જવાનું હતું. છતાં તેઓ ઘરે ના ગયા અને હોસ્પિટલમાં જ સૌ કોઈ માટે દુઆ કરી અને પોતાની ફરજ પણ બચાવી રહ્યા હતા અને સૌ કોઈ માટે માનવતા ભર્યું કામ પણ કર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment