તમે દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ત્યારે આજે અમે તમને ત્રિપુરાની એક વાત કરવાના છીએ. અહીંનું એક મુસ્લિમ પરિવાર છેલ્લા 10 વર્ષથી દિવાળીના તહેવારમાં માતા કાલીની પૂજા કરે છે. તમે સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે.
આ વખતે મુસ્લિમ પરિવારે પૂજા દરમ્યાન પૂજામાં આવનાર 1500થી પણ વધારે લોકોને ભોજન જમાડ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે માતા કાલીની આ પૂજા કરાવનાર વ્યક્તિનું નામ કાશેમ છે. કાશેમભાઈના પિતા મોહમ્મદ મોહન મીયા નું કહેવું છે કે, તેમને પૂજા કરાવવા માટે કોઈ પૂજારીને સામેલ કર્યા નથી.
તેમનું કહેવું છે કે તેઓ પોતાના પરિવાર સાથે મળીને જાતે જ માતાજીની પૂજા કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ધાર્મિક તફાવત અને ઇસ્લામમાં આસ્થા હોવા છતાં કાશેમભાઈ છેલ્લા દસ વર્ષથી દિવાળી પર મહાકાળી માતાજીની પૂજા કરે છે. તેઓ ત્રિપુરાના અગરતલાના આમતલી વિસ્તારમાં રહે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે તેઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના શુભ અવસર પર પોતાના ઘરે માતાજીને પૂજાનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ પૂજામાં આવતા 1500 જેટલા લોકોને તેમને જમાડ્યા પણ હતા.
કાશેમભાઈના પિતાએ કહ્યું કે, અમારા ઘરમાં માતાજી કાલીની પૂજા છેલ્લા દસ વર્ષથી થાય છે. અમે 2014 થી મહાકાલી ની પૂજા કરીએ છીએ. તેમનું કહેવું છે કે મારા પુત્રના સપનામાં દિવાળી પર માતાકાલીનો પૂજા કરવાનો આદેશ મળ્યો હતો. પછી મારા દીકરાએ અમને વાત કરી ત્યારે અમે તેની વાત માનતા ન હતા.
પછી અમારે માતાજીની પૂજા કરવી પડી હતી. કારણ કે અમે માનસિક રીતે કમજોર બની ગયા હતા અને અમારા સ્વાસ્થ્ય પર પણ અસર થતી હતી. એટલા માટે અમે પછી પૂજા કરવાનું જ શરૂ કર્યું અને છેલ્લા દસ વર્ષથી અમે માતા કાળીની પૂજા કરીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment