સૌરાષ્ટ્રનું મહત્વનું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ માં આજરોજ મગફળી ની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી. માર્કેટયાર્ડની બહાર મગફળીના વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. માહિતી અનુસાર મગફળીના વાહનોની બે થી ત્રણ કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં આજરોજ મગફળીની ત્રણ ગણી આવક થઇ હતી.મગફળીની આવક ને લઇ ટ્રાફિક નિયમન .
વાહનચાલક પહેલેથી જ સૂચના આપી દેવાઇ હોવાથી કોઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ન હતી. આપણે જણાવી દઈએ કે 40000 થી 50000 ગુણી મગફળીની આવક થઈ રહી છે.આ વર્ષે ચોમાસામાં વરસેલા સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ માત્રામાં પાક થયો હતો.
મગફળીનો વધુ ભાવ મળતા હોય ત્યાં ખેડૂતો મગફળી વેચી રહ્યા છે.ગોંડલ માર્કેટ યાર્ડ મગફળી નું વેચાણ કરવા ખેડૂતો મોટી માત્રામાં ઉમટી પડ્યા હતા .
મગફળીભરેલા અને બે થી ત્રણ કિલોમીટર સુધી મોટી લાઇન લાગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment