મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હોઈએ છીએ. ઘણા વીડિયો જોઈને આપણને ખૂબ જ હસવું આવી જતો હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ. દેશમાં ઘણા એવા લોકો છે તેઓ પોતાના પેટની ભૂખ પૂરી કરવા માટે દિવસ રાત કાળી મજૂરી કરતા હોય છે.
હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાના માથા ઉપર એક વજનદાર બાઈક ઉઠાવતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો, પોતાના માથા ઉપર આખે આખી બાઈક મૂકી દે છે. ત્યારબાદ તે વ્યક્તિ બાઈક લઈને બસ ઉપર ચડતો જોવા મળી રહ્યો છે.
બસ ઉપર ચડતી વખતે આ વ્યક્તિનું ગજબ બેલેન્સ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બસ ઊભેલી જોવા મળી રહી છે અને બસની સાઈડમાં એક લોખંડની સીડી મૂકવામાં આવી છે. ત્યારે ત્યાં એક મજબૂત વ્યક્તિ પોતાના માથા ઉપર એક બાઈક મૂકીને આવતો જોવા મળી રહ્યો છે.
ત્યારબાદ આ વ્યક્તિ કોઈ પણ પ્રકારના સહારા વગર બસ પાસે મૂકેલી લોખંડની સીડી ઉપર ચડતો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે આ વ્યક્તિ બસની ઉપર પહોંચી જાય છે. આ વ્યક્તિ ખૂબ જ આરામથી આખી વજનદાર બાઈક બસની ઉપર ચડાવી દે છે.
આટલી વજનદાર બાઈક માથે મૂકીને ચાલવામાં પણ ફાફા પડતા હોય છે. તેવામાં આ વ્યક્તિ માથા ઉપર બાઈક મૂકીને બસની ઉપર ચડી રહ્યો છે. આ વ્યક્તિના ગજબ બેલેંસ અને મજબૂતાઈને એક સલામ તો જરૂર કરવું પડે. હાલમાં આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
They are really super human 👏🔥❤️ pic.twitter.com/uQhcYUKkjy
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) November 26, 2022
વાયરલ થઈ રહેલો વિડીયો ટ્વીટર પર Hasan Zaroori Hai નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ બોક્સમાં આ વ્યક્તિની ખૂબ જ પ્રશંસાઓ કરી રહ્યા છે. વીડિયો જોઈને તો ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment