1 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી આ રીતે બની ગઈ “અલ્પા પટેલ”… પહેલી વખત ગીત ગાવાના અલ્પાબેન પટેલને મળ્યા હતા માત્ર આટલા રૂપિયા અને આજે…

આપણા ગુજરાતમાં એવા ઘણા લોક ગાયક કલાકારો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની ગયા છે અને ગુજરાતી કલ્ચરને આગળ વધારવા માટે ઘણા લોક કલાકારોનો મહત્વનો ફાળો પણ રહ્યો છે. એમાં પણ જો વાત કરવામાં આવે તો લોકગાયકા અલ્પા પટેલ કે જેણે આજે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ વિદેશોમાં પણ ગાયક કલાકાર તરીકે નામ ગુજવી દીધું છે, ત્યારે તેમની જિંદગી ખૂબ જ સંઘર્ષ ભરી છે.

આજે આપણે લોક ગાયિકા અલ્પા પટેલ ના પારિવારિક જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અલ્પા પટેલે માત્ર એક વર્ષની ઉંમરમાં જ પોતાના પિતા ગુમાવ્યા હતા અને ઘરનું ગુજરાન ચલાવવાનું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. અલ્પા પટેલ નો ભાઈ અને માતાને સારો એવો સપોર્ટ રહ્યો છે. વાત કરીએ તો અલ્પા પટેલને પહેલી વખતના પ્રોગ્રામમાં માત્ર 50 રૂપિયા મળ્યા હતા અને હાલ હજારો રૂપિયાનો વરસાદ અલ્પા પટેલ ના ડાયરામાં થઈ રહ્યો હોય છે.

સંતવાણી હોય કે ડાયરો હોય અલ્પા પટેલ‌ ના પ્રોગ્રામમાં લાખો રૂપિયાનો વરસાદ થતો હોય છે. ખૂબ જ સંઘર્ષ ભર્યા જીવનમાંથી પસાર થયેલા અલ્પા પટેલ નો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામમાં થયો હતો. જ્યારે તેઓ એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું દુઃખદ અવસાન થયું હતું અને નાની ઉંમરે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

જાણવા મળ્યા અનુસાર અલ્પા પટેલને પોતાના નાના દ્વારા વારસામાં સંગીતના ગુણો મળ્યા છે અને હાલ તેઓ ખૂબ જ સારા એવા પ્લેટફોર્મ પર પોતાના ગીતોની રમઝટ બોલાવીને લોક ચાહકોને આકર્ષી રહ્યા છે. અલ્પા પટેલ ના પિતાના અવસાન બાદ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ત્યારે અલ્પાના ભાઈ અને માતા મધુબેની મજૂરી કામ પણ શરૂ કર્યું હતું અને અલ્પા પટેલ પોતાના મામાને ત્યાં સુરત રહેતા હતા.

અલ્પા પટેલ ને સંગીત અને સિંગિંગમાં ખૂબ જ વધુ રસ જાગતા તેમના ભાઈ અને માતાએ પણ સિંગિંગ ક્ષેત્રે આગળ વધારવા માટે ખૂબ જ સપોર્ટ પણ કર્યો હતો અને હાલ તેઓ ખૂબ જ ઊંચા શિખરે પહોંચી ગયા છે. અલ્પા પટેલે મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ પીટીસીનો અભ્યાસ કર્યો હતો.તેમને સંગીત પ્રત્યે લગાવ હોવાથી એ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.

અલ્પા પટેલ 11 વર્ષની ઉંમરમાં મામાના ઘરે સુરત રહેતા હતા ત્યારે તેમને ગાવાનો મોકો મળ્યો હતો ત્યારે પ્રોગ્રામમાં માત્ર 50 રૂપિયા જ મળ્યા હતા અને આવા સંઘર્ષ ના દિવસોમાં અલ્પા પટેલ સવારે લગ્ન ગીત તો સાંજે ડાયરો એમ બે શિફ્ટ માં કામ કરતા હતા અને જોવા જઈએ તો હાલ અલ્પા પટેલ ના કંઠના સૂર એવા રેલાયા કે ગુજરાત ભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યા છે અને લાખો રૂપિયાની ફી પણ વસુ લે છે.

શહેરોમાં સંખ્યાબંધ પ્રોગ્રામ કરનાર એવા અલ્પાબેન પટેલ ના નામે સતત 10 કલાક અગાઉનો રેકોર્ડ પણ છે. એટલું જ નહીં પરંતુ તેમનો સ્વભાવ પણ આધ્યાત્મિક છે તેઓ વારંવાર સોમનાથની મુલાકાત પણ લે છે અને વાત કરીએ તો અલ્પા પટેલ ને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્કાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માન પત્રો પણ મળ્યા છે. સંઘર્ષ ભર્યા દિવસો પસાર કર્યા બાદ હાલ તેઓ પોતાના ડાયરા ને કે ભજનના પ્રોગ્રામ માટે લાખો રૂપિયાની ફી પણ વસુલે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*