સોખડા હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ખાતે મૂકવામાં આવ્યું છે. અક્ષરવાસી હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહ ના દર્શન કરવા માટે દરરોજ અનેક ભક્તો આવે છે. પરંતુ કેટલાક ભક્તોની ભક્તિ પણ અપાર હોવાનું જોવા મળ્યું છે.
તેવા જ એક ભક્તિ મધ્યપ્રદેશના વિશ્વનાથ ગુરજવારની ભક્તિના દર્શન થયા છે. અક્ષરવાસી હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહ ના દર્શન કરવા માટે ભક્તો ચાલીને અથવા તો કાર લઈને આવે છે.
પરંતુ મધ્યપ્રદેશના વિશ્વનાથ દંડવત્ પ્રણામ સાથે હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહ ના દર્શન કરવા પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ વિશ્વનાથ ગુરજવાર સોખડા મંદિરમાં રસોઈયા તરીકે ની કામગીરી ભજવે છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી હરિધામ સોખડા મંદિર માં રસોયા તરીકેની કામગીરી ભજવે છે.
આ ઉપરાંત હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શન માટે હરિધામ સોખડા ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ વિશ્વનાથ ગુરજવાર 13 કિલોમીટર દૂર કરીને હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment