સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ રાત્રીના દસ વાગ્યા બાદ વાયુ પ્રદૂષણને રોકવા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સત્તાવાળાઓએ કોવીડ 19 ની માર્ગદર્શિકા મુજબ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી શકે છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ અને અમુક પ્રકારની છૂટછાટ આપવામાં આવી હતી.તે રીતે દિવાળીમાં ફટાકડા ફોડવાના મામલે પરવાનગી આપતી વખતે.
અને જાહેર સ્થળ પર પ્રતિબંધ લગાવે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે.શહેરમાં સત્તાવાળાઓ પણ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ અનુસરશે અને અમદાવાદીઓને ફટાકડા ફોડતા રોકાશે નહીં,મ્યુનિસિપલ સત્તાવાળાઓ એ ફટાકડા નો ધુમાડો લોકોના ફેફસા પર અસર કરતો હોય સંયમથી દિવાળી મનાવવા અપીલ કરે તેવી શક્યતા છે. દિવાળીના ફટાકડા નહીં ફૂટે.
દિવાળી પ્રજ્વલિત કરી તેમજ સગા-સંબંધી મિત્રોના ઓછામાં ઓછા ઘરે નવા વર્ષની શુભકામના પાઠવવા જઈએ અને સોશ્યલ ડિસ્ટન્સ ચાલો વાપર મ્યુનિસિપલ તંત્ર ખાસ ભાર મૂકશે. ગ્રીનફટાકડા ફોડવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવશે.અને ગ્રીન ફટાકડા ફોડવાથી પ્રદૂષણની માત્રામાં.30 થી 35 ટકા ઘટાડો થતો હોવાનો.
દાવો કરવામાં આવ્યો છે પરંતુ આવા ફટાકડા બજારમાં સરળતાથી મળતા નથી.મ્યુનિસિપલ પ્લોટમાં પરંપરાગત રીતે ફટાકડાના વેચાણ માટે બજાર ભરાતા હોય છે પરંતુ હજુ સુધી સત્તાવાળાઓએ આવા એક પણ ફટાકડા બજારમાં વેચવાની પરવાનગી આપી નથી. વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થાય છે.
એટલે કે આ દિવાળી ફટાકડા તો ફુટશે પરંતુ કોરોના ની માર્ગદર્શિકા અને કોરોનાની દહેશત વચ્ચે ફૂટશે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોના ના પગલે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હશે ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.
મ્યુનિસિપલ વર્તુળોમાં એવી રમૂજ થઈ રહી છે કે જો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એરિયામાં લોકો લવિગ્યા ફોડશે તો તંત્ર ત્યાં જઈને સુતળી બોમ્બ ફોડી આવશે!
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment