વિધાનસભાની પેટાચૂંટણી ના મતદાન સમયે લીમડી બેઠક પરથી આવ્યા મોટા સમાચાર, આ મામલાના કારણે ચૂંટણી અધિકારીને થઈ ફરિયાદ

Published on: 6:15 pm, Tue, 3 November 20

આજરોજ વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું છે. લીંબડી બેઠક પરથી બોગસ મતદાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.લીંબડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચર ભેંસજાળ ગામમાં બોગસ મતદાન થયું હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે.કોંગ્રેસના એજન્ટોને મતદાન મથક માંથી બહાર કાઢવામાં આવ્યા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. લીંબડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે આરોપ લગાવ્યો છે.

કે, લીંબડી ના પાંચ થી છ ગામમાં બોગસ વોટીંગ ભાજપ કરી રહ્યું છે અને આ મામલે રજૂઆત કરવા ચેતન ખાચર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.ગુજરાત રાજ્યમાં અબડાસા, ધારી,લીંબડી,ગઢડા સહિતની 8 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે અને તેમાં ભાજપને કોંગ્રેસ સહિતના પાર્ટીઓ અને.

અપક્ષ મળીને કુલ 80 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ છે. આ બેઠકો ઉપર મતદાન ની વાત કરવામાં આવે તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ધારી 33.07,ગઢડા 38.06.

અબડાસા 38.41, ડાંગ 66.24, કપરાડા 51.67, કરજણ 40.64,લીંબડી 44.72, મોરબી 41.67 ટકા મતદાન નોંધાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિધાનસભાની પેટાચૂંટણી ના મતદાન સમયે લીમડી બેઠક પરથી આવ્યા મોટા સમાચાર, આ મામલાના કારણે ચૂંટણી અધિકારીને થઈ ફરિયાદ"

Leave a comment

Your email address will not be published.


*