ગુજરાત રાજ્યના સાબરકાંઠા ની હાથમતી- ઇન્દ્રાક્ષી જળાશયમાંથી ખેડૂતોને રવી સીઝન માટે પ્રથમ પાણી નવા વર્ષના દિવસે શરૂ કરવામાં આવશે જે પંદર દિવસ ચાલશે જેને લઈને ચાર તાલુકાના 58 ગામોના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને વાવેતર માં મોટો લાભ થશે. આ સમાચાર સાંભળતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.સાબરકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને સતત બીજા વર્ષે હાથમતી- ઇન્દ્રશી જળાશયો ઓવરફલો થયા હતા.
જેને સાબરકાંઠાના બે અને ગાંધીનગર જિલ્લાના બે મળી ચાર તાલુકાના કેનાલના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોએ રવી સીઝનના વાવેતરમાં પણ ઉપયોગી થશે જેથી આ વર્ષે રવી સીઝનમાં વાવેતર કરવામાં આવતા અનેક પાકોમાં મોટો ફાયદો થશે.જળાશયો ભરાયા બાદ સિંચાઇ વિભાગ દ્વારા અ,બ,ક વિસ્તારના કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી.
જેમાં ખેડૂતો અને મંડળીઓ વતી પાણીના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી જેને લઇને આવનારું નવું વર્ષના પ્રથમ દિવસે જ કેનાલમાં પ્રથમ પાણી શરૂ કરવામાં આવશે.
જેને લઇને ખેડૂતો ની મહેનત સામે બમણી આવક માં નવા વર્ષનું પ્રથમ પાણી આપવાના આયોજનથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment