ગુજરાત રાજ્યમાં ગઈકાલે ખાલી પડેલી આઠ બેઠકો નું મતદાન યોજવામાં આવ્યું હતું. ગઈકાલે મતદાનના દિવસે કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને રૂપિયાની વહેચણી કરતો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો કોંગ્રેસે જાહેર કરીને ચૂંટણી પંચને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.ત્યારબાદ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત ની એક ચેનલ સાથે વાત કરતા એક મહત્વની વાત તેમણે કહી હતી.
હાર્દિક પટેલે મહત્વની વાત કરતા કહ્યું કે,કરજણમાં રૂપિયા આપતા વાયરલ વિડીયોની પણ તપાસ થવી જોઈએ.ભાજપ હોય કે કોંગ્રેસ સાચી કાર્યવાહી થશે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થઇ જશે.ભાજપ હોય કે કોંગ્રેસ કોઈએ પણ ચૂંટણીપંચના નિયમો નેવે મૂકીને ચૂંટણી ન લડવી જોએ.
સતાનો ખેલ શાસક પક્ષ પાસે જ હોય,વિપક્ષ પાસે નહિ. પક્ષપલતું એ જનતા સાથે દ્રોહ કરીને જે રીતે ગયા છે તેના કારણે ચૂંટણીઓ લડાઈ રહી છે. આ વખતે ચૂંટણી નું રિઝલ્ટ ખૂબ જ.
કટોકટીની થવાનું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાની જીત માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!