મિત્રો તમે ઘણા લોકોને વિચિત્ર બીમારીઓનો ભોગ બનતા જોયા હશે. ત્યારે આજે આપણે એક એવી વિચિત્ર બીમારી વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. એક માસુમ છોકરી એવી વિચિત્ર બીમારીનો શિકાર બની છે કે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ઘણા સમય પહેલા બાંગ્લાદેશના એક નાનકડા એવા ગામની સુહાના નામની દીકરી એક વિચિત્ર બીમારી નો શિકાર બની હતી. આ બીમારીમાં દીકરીનું શરીર ધીમે ધીમે વૃક્ષમાં પરિવર્તન થઈ રહ્યું હતું. દીકરીના મોઢા પર અને શરીર ઉપર વૃક્ષના મૂળિયા હોય તેવું વસ્તુ બહાર આવતી જોવા મળે છે.
આ વિચિત્ર બીમારીનું નામ એપીડમોડીસ્પ્લાસીયા વેરુસીફોર્મીસ છે. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરી સુહાના આ બીમારીનો પહેલો શિકાર નથી પરંતુ આ પહેલા પણ 6 થી 8 લોકો આ વિચિત્ર બીમારીનો શિકાર બની ગયા છે. બાંગ્લાદેશમાં પહેલી એવી વ્યક્તિ હશે જેને આ બીમારી થઈ હશે.
જ્યારે સુહાની 6 વર્ષની હતી ત્યારે જ તેની માતાનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આજથી ચારથી પાંચ વર્ષ પહેલા સુહાનીના મોઢા પર અચાનક મસ્સા આવવાની શરૂઆત થઈ ગઈ હતી. દીકરીની બીમારી જોઈને પિતાએ તેને ધ્યાનમાં રાખીને ગ્રામીણ ઉપચારમાં ભરતી કરી હતી. ઘણા સમય સુધી આ બીમારીની દીકરી ઉપર કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં.
પરંતુ એક વર્ષ બાદ અચાનક જ મોઢા પર આવેલા મસ્સા ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા. ધીરે ધીરે દીકરી ના ચહેરા અને અન્ય શરીરના ભાગ પર પણ મસ્સા આવવા લાગ્યા. દીકરીની બીમારીના કારણે ગામના લોકો પણ ચિંતામાં પડી ગયા હતા. આ બીમારી એટલી ભયાનક હતી કે ગામના લોકોએ દીકરી અને તેના પિતાને ગામ બારા કરી નાખ્યા અને ન કહેવાનું કીધું.
જેમ જેમ દીકરીના ચહેરા પરના મસ્સા વધતા ગયા તેમ તેમ મસ્સામાં ઝાડના મૂળ અને ડાળખીઓની ઝલક દેખાવા મળી. દીકરી ના પિતા હાલમાં દિવસ રાત મહેનત કરીને દીકરીના બીમારી માટેના ઈલાજના પૈસા ભેગા કરી રહ્યા છે. હાલમાં દીકરીનો ઈલાજ ચાલુ જ છે. આ બીમારી વિશે વધુ જાણકારી જોઈતી હોય તો બીમારીનું નામ google કરી શકો છો. તમને ત્યાં વિગતવાર બીમારીને લઈને માહિતી મળી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment