ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાની આઠ બેઠકો ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય થતા તેમને રાજીનામું આપી દીધું હતું.તેના પગલે ગુજરાતમાં કોંગ્રેસ નેતાગીરીમાં મોટા ફેરફાર થશે એવી વાતો વહેતી થઈ હતી પણ હવે આ શક્યતા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. કાંઈક સવાર ની તૈયારી ને પગલે વર્તમાન નેતાગીરીના નેતૃત્વ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાશે.
અને આગામી સ્વરાજ્યનીચાર મહિના સુધીમાં આ નેતાગીરીમાં કોઈપણ ફેરફાર નહીં થાય તેવી શક્યતા નહીંવત છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ના પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના નિવાસ્થાને એક ભોજન બેઠક મળી હતી. જેમાં પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ ચાવડા ઉપરાંત ભરતસિંહ સોલંકી.
અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, મધુસુદન મિસ્ત્રી, હાર્દિક પટેલ, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીના પગલે.
કોંગ્રેસ દ્વારા ટોચ ના નેતાઓની એક બેઠક મળી હતી અને તેમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી તેવી સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment