દેશની રક્ષા માટે કેટલાય જવાનો હસતા હસતા પોતાનું બલિદાન આપી દેતા હોય છે, તેથી આવા વીર જવાન ને જન્મ આપનારી માતા ને પણ આપણે સલામ કરીએ છીએ.તેમની પત્નીઓને પણ સલામ છે જે તેમના પતિને સરહદ પર લડવા માટે મોકલે છે.
આ દરમિયાન ભારતીય સેનાની એક શાખા રાષ્ટ્રીય રાઈફલ માં તૈનાત 22 વર્ષીય સૌરભ કટારા એ તેમના જન્મદિવસ પ્રસંગે ભારતમાતા માટે પોતાનું બલિદાન આપ્યું છે. સૌરભ રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી હતો. તે ભારતીય સેનાની રાષ્ટ્રિય રાયફલમાં પોસ્ટ થઈને ભારત માતાની સેવા કરી રહ્યો હતો.
તે 8 તારીખે લગ્ન કરવા ઘરે આવ્યો હતો અને આ પછી 16 તારીખે તે ફરીથી ફરજ પર ગયો હતો. થોડા દિવસો પહેલા 29 તારીખે તેની બહેનના લગ્ન માટે ગામમાં આવ્યો હતો.કન્યાના હાથ પર મહેંદી નો રંગ પણ સુકાયો ન હતો કે તે પહેલા તેના પતિની ચિતા પ્રગટાવવાનો વારો આવ્યો.
તેના પતિને તેના પ્રથમ જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માંગતી હતી. પરિવાર લગ્ન બાદ સૌરભના પહેલા જન્મ દિવસની તૈયારીમાં વ્યસ્ત હતું પરંતુ આ પહેલા સૌરભ પોતાના પરિવારને છોડીને કાયમ માટે ચાલ્યો ગયો. દેશની સેવા કાજે સૌરભ શહીદ થયો હતો.
સૌરભની શહીદી ના સમાચાર તેના પરિવાર અને તેની પત્ની ને મળ્યા ત્યારે આખા ઘરનું વાતાવરણ શોખમય બની ગયું હતું. દરેક લોકો શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
શહીદના પિતા એ પણ ભારતીય સેનામાં સેવા આપી છે.1999 માં કારગિલ યુદ્ધ પણ લડ્યું હતું જેમાં ભારતે વિજયી ધ્વજ પણ લહેરાવ્યો હતો. પુત્રની શહાદત પર પિતાએ કહ્યું કે હું ખુશ છું કે મારો પુત્ર દેશ માટે શહીદ થયો. હું મારા નાના દીકરાને સેનામાં મોકલીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment