મિત્રો અત્યારના સમયમાં એક પત્નીને રાખવામાં પણ ભલભલા પુરુષોના પરસેવા છૂટી જતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે 1-2 નહીં પરંતુ 8 પત્ની રાખે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. મિત્રો ખાસ વાત એ છે કે, દરેક પત્નીઓ એકબીજા સાથે હળી મળીને રહે છે અને કોઈ દિવસ તેમના વચ્ચે ઝઘડો થયો નથી.
8 પત્ની રાખનાર આ વ્યક્તિનું નામ ઑગ ડેમ સોરોટ છે. તેની આઠ પત્નીઓ તેને ખૂબ જ પ્રેમ કરે છે. ઑગ ડેમ સોરોટ પોતાની પત્નીઓ સાથે થાઈલેન્ડમાં રહે છે. એક મોટી ન્યુઝ એજન્સીના રિપોર્ટના અનુસાર, ઑગ ડેમ સોરોટ ટેટુના વ્યવસાય સાથે જોડાયેલો છે. થોડા સમય પહેલા તે પોતાની પત્નીઓ સાથે એક ટીવી શોની અંદર પહોંચ્યો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો.
તેને વાતચીત કરતા જણાવ્યું કે, તેને આઠ પત્નીઓ છે અને તે બધાની સાથે એક જગ્યાએ જ રહે છે. તે પોતાની બધી પત્નીને એક સરખો પ્રેમ આપે છે. તેને જણાવ્યું કે મારી પત્ની ચાર ચાર અલગ અલગ બેડરૂમમાં સુવે છે. મારી પત્નીઓ મારી સાથે સુવા માટે નંબરમાં રાહ જુએ છે. મિત્રો આ વ્યક્તિની દરેક પત્ની ખૂબ જ સુંદર છે અને દરેક પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે.
દરેક પત્ની એકબીજા સાથે હળી મળીને રહે છે અને કોઈ દિવસ તેમના વચ્ચે ઝઘડો થયો નથી. ટીવી શોના ઇન્ટરવ્યૂમાં ઑગ ડેમ સોરોટ જણાવ્યું હતું કે, તે પોતાની પહેલી પત્નીને તેના મિત્રના લગ્નમાં મળ્યો હતો. બીજી પત્ની તેને બજારમાં મળી હતી. ત્રીજી પત્ની તેને હોસ્પિટલની અંદર મળી હતી. ચોથી પત્ની ઈન્સ્ટાગ્રામ પરથી તેને મળી હતી. જ્યારે પાંચમી પત્ની તેને ફેસબૂક પરથી મળી હતી. છઠ્ઠી પત્ની તેને tiktok પર મળી હતી.
વધુમાં વાત કરતા જણાવ્યું કે, સાતમી પત્ની તેને મંદિરમાં મળી હતી જ્યારે આઠમી પત્ની રજાના દિવસોમાં તેને મળી હતી. આજે તે પોતાની આઠેય પત્ની સાથે ખૂબ જ ખુશ છે અને સારું જીવન જીવી રહ્યો છે. મિત્રો હાલમાં આ વ્યક્તિ ચર્ચાનો વિષય બની ગયો છે અને ઘણા લોકો તો આ વ્યક્તિની આઠેય પત્નીઓ વિશે સાંભળીને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે અહીં એક પત્નીને સંભાળવામાં પરસેવા છૂટી જાય છે તો આ વ્યક્તિ આઠ આઠ પત્નીને કેવી રીતે સંભાળતો હશે?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment