કેનેડાના ટોરન્ટોમાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું દર્દનાક મોત…દીકરાનું મૃત્યુ થતાં જ માં-બાપ ઉપર આભ તૂટી પડ્યું… જાણો કેવી રીતે દીકરાનું મોત થયું…

Published on: 12:29 pm, Mon, 28 November 22

મિત્રો આજકાલના યુવાનો અને યુવતીઓ વિદેશમાં જઈને ભણવાનું વધારે પસંદ કરે છે. પરંતુ અમુક વખત ભારતીય યુવક અથવા તો યુવતીઓ વિદેશમાં ઘણી ઘટનાઓ અથવા તો અકસ્માતનો શિકાર બનતા હોય છે. દિવસેને દિવસે વિદેશમાં અકસ્માતની ઘટનાનો શિકાર બનતા ભારતીયોની સંખ્યા વધી ગઈ છે.

ત્યારે હાલમાં કેનેડાની અંદર આવેલા ટોરેંટો શહેરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર ટોરંટો શહેરની અંદર એક ભારતીય વિદ્યાર્થી સાયકલ લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે એક પીકઅપ ટ્રક ચાલકે તેની સાઇકલને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું દર્દનાક મોત થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીનું નામ કાર્તિક હતુ અને તેની ઉંમર 20 વર્ષની હતી.

કાર્તિક માત્ર એક વર્ષ પહેલાં જ કેનેડામાં પોતાનું કેરિયર શેટ કરવાના ઇરાદે આવ્યો હતો. પરંતુ કાર્તિક પોતાના સપના પૂરા કરે તે પહેલા અકસ્માતમાં તેનું દુઃખદ નિધન થયું છે. કાર્તિક ઓગસ્ટ 2020માં ભારતથી કેનેડા આવ્યો હતો. મૃત્યુ પામેલા કાર્તિક નું પરિવાર હરિયાણાની અંદર કરનાર જિલ્લામાં વસવાટ કરે છે.

કાર્તિકના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લોકોને એવી આશા હતી કે કાર્તિકના મૃતદેહની યોગ્ય દફનવિધિ માટે ભારત મોકલવામાં આવશે. પરંતુ સી બી સી રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે, સોરીડન કોલેજ પણ પુષ્ટિ કરેલી છે કે કાર્તિક આ કોલેજ નો વિદ્યાર્થી હતો.

કોલેજની અંદર શુક્રવારના દિવસે જાહેર કરવામાં આવેલા ઇમેલમાં જાણવા મળ્યું હતું કે, દર્દનાથ અકસ્માતની અંદર કાર્તિકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર જ્યારે કાર્તિક સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે પીકઅપ ચાલકે તેને અડફેટેમાં લીધો હતો. સમગ્ર ઘટના બાદ ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી પરંતુ તે પહેલા તો કાર્તિકનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કેનેડાના ટોરન્ટોમાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું દર્દનાક મોત…દીકરાનું મૃત્યુ થતાં જ માં-બાપ ઉપર આભ તૂટી પડ્યું… જાણો કેવી રીતે દીકરાનું મોત થયું…"

Leave a comment

Your email address will not be published.


*