સુરતમાં બનેલા એકબીજાની હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આ કિસ્સો સાંભળીને તમે પણ વાહ વાહ કરવા લાગશો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાં યોગીચોક પ્રમુખ જાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી નામના વ્યક્તિ નવું મકાન લેવાના હતા.
એટલે તેઓએ પોતાના ઘરેણા વેચ્યા હતા અને તે રૂપિયા લઈને ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં તેમના 4 લાખ રૂપિયા પડી ગયા હતા. ચાર લાખ રૂપિયા પડી ગયા બાદ પરિવારના સભ્યો ખૂબ જ મૂંઝવણમાં આવી ગયા હતા અને પૈસા શોધવા લાગ્યા હતા.
આ પૈસા ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઈ તળાવિયા નામના વ્યક્તિને મળ્યા હતા. મુકેશભાઈ ને પૈસા મળ્યા ત્યારે તેમને વતન જવાનું હતું. પરંતુ તેમને વતન જવાનું કેન્સલ રાખીને આ પૈસા જેના છે. તેના સુધી પહોંચાડવાનું વચન લીધું હતું.
ત્યારબાદ મુકેશભાઈ માનવતા બતાવીને અશોકભાઈ ને તેમના પૈસા પરત કર્યા હતા. હાલમાં આ કિસ્સાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે. લોકો મુકેશભાઈના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ કિસ્સા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment