મિત્રો આજે ખજૂર ભાઈ એક એવા વ્યક્તિ બની ગયા છે જેઓ દરેક ગુજરાતીઓના દિલમાં વસે છે. કોમેડી થી પોતાનું કરિયર શરૂ કરનાર ખજૂર ભાઈ આજે પોતાના કાર્યોથી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતા બન્યા છે. તમે સૌ કોઈ લોકો જાણતા જ હશો કે ખજૂર ભાઈનું સાચું નામ નીતિન જાની છે.
અત્યાર સુધીમાં ખજૂર ભાઈ ઘણા બધા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમના દુઃખ દૂર કર્યા છે. તમે સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈના ઘણા અવારનવાર વિડિયો જોતા જ હશો. ત્યારે આજથી ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ખજૂર ભાઈના એક વિષય આજે આપણે વાત કરવાના છીએ.
જેમાં એક દાદાએ રડતા રડતા ખજૂર ભાઈને કંઈક એવી વાત કરી નાખી કે દાદાની વાત સાંભળીને ખજૂર ભાઈ પણ રડી પડ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખજૂર ભાઈ કહી રહ્યા છે કે, તેઓ સાવરકુંડલાના થોરડી ગામ ગામ પહોંચ્યા છે.
અહીં ગામમાં તેમને ભૂદેવ દાદા મળે છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે આ વાવાઝોડામાં દાદાનું ઘર પડી ગયું હતું. દાદા બરોબર ચાલી પણ શકતા નથી. ખજૂર ભાઈ જ્યારે દાદા પાસે આવે છે ત્યારે દાદા રડતા રડતા પોતાની વ્યથા ખજૂર ભાઈને કહે છે.
દાદા ખજૂર ભાઈ ને કહે છે કે, હું વિચારું કે દવા પીને મરી જાવ. ત્યારે ખજુરભાઈ દાદા ને કહે છે કે આવો વિચાર કરવાનો નહીં. પછી દાદાની વ્યથા જોઈને ખજુરભાઈ રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment