મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના અને ગિરનાર જંગલ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે જંગલ વિસ્તારમાંથી શરૂ થતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
ત્યારે આ નદીના જોરદાર પ્રભાવ વચ્ચે કેટલાક યુવાનો જોખમી સ્ટંટ કરતાં કેમેરામાં કેદ થયા છે.. તાલાલા નજીક જાંબુર ગામના સીમાડા થી પસાર થતી સરસ્વતી નદીના વહેતા પાણીમાં યુવાનો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા છે. તંત્રએ આપેલી સૂચનાને અવગણીને આ યુવાનો સરસ્વતી નદીના વહેતા પાણીમાં જોખમી છલાંગ લગાવી રહ્યા છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તંત્રએ રેડ આપીને અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત લોકોને નદી-નાળાની આસપાસ ન જવાની પણ અપીલ કરવામાં આવી હતી.
તેમ છતાં પણ કેટલાક આળવીતરા યુવાનો નદીના પટવાળા વિસ્તારમાં જોખમી અવરજવર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જંબુરીના સીમાડા બેઠેલા પુલ પરથી સરસ્વતી નદીનું પાણી જઈ રહ્યું છે. સરસ્વતી નદી ગાડીતુર બની છે. ત્યારે નદીના જોરદાર પ્રવાહમાં અનેક યુવાનો જોખમી રીતે સ્ટંટ કરીને નાહવાની સાથે વરસાદની મજા લઈ રહ્યા છે.
કિનારે ઉભેલા લોકોએ આ જોખમી સ્ટંટના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક કેવી રીતે નદીના જોરદાર પ્રવાહની વચ્ચે છલાંગ લગાવે છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ મસ્તી મૃત્યુને બોલાવશે…! ગાંડીતુર બનેલી સરસ્વતી નદીના ધસમસતાં પ્રવાહમાં યુવાનોના જોખમી સ્ટંટ – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/gYzhcsmsLR
— GUJJU ROCKZ (@gujju_rockz) July 15, 2022
સરસ્વતી નદી ગાડીતૂર બનતા જ માધુપુર જાંબુર ગામમાં જળબંબાકાર થયો છે. જેને લઇને તલાલા આકોલવાડીનું માર્ગ પણ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતી દેવકા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment