નર્સિંગની વિદ્યાર્થીની અને એક ડોક્ટરે એક જ દિવસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જાણો એવું તો શું થયું કે બંને આ પગલું ભર્યું…

Published on: 11:03 am, Fri, 15 July 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોલેજની નર્સિંગની વિદ્યાર્થીની અને એક ડોક્ટરે એક જ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર બે વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મેરઠના કાકરખેડાના શ્રદ્ધાપુરીમાં રહેતા ઉમેદ સિંહ પરતાપુરામાં એક કંપનીમાં નોકરી કરે છે. તેમની દીકરી તનુજા કુમારી સુભારતી કોલેજમાંથી બીએસસી નર્સિંગ કરી રહી હતી. મળતી માહિતી અનુસાર તનુજા ઘરથી માત્ર આઠ કિલોમીટર દૂર આવેલી હોસ્ટેલમાં જ રહેતી હતી. મળતી માહિતી અનુસાર તે 2014 થી તેજ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.

મળવી માહિતી અનુસાર આઝમગઢના મુબારિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરાઈ ગામના 30 વર્ષીય ડોક્ટર પવન યાદવ સરકારી ડોક્ટર હતા. મળતી માહિતી અનુસાર તેઓ આઝમગઢની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત ડોક્ટર પવન મેરઠમાં પણ એક હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર ત્યાં લગભગ ત્રણ વર્ષ પહેલાં તનુજા અને ડોક્ટર પવન વચ્ચે મિત્રતા થઈ હતી.

બંને વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધના કારણે ઘણી વખત ડોક્ટર પવન મેરઠમાં રહેતા હતા. ડોક્ટર પવન અને તનુજા મળતા રહેતા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તનુજા ડોક્ટર પવન સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ ડોક્ટર પવનના પરિવારના સભ્યો લગ્ન કરાવવા તૈયાર ન હતા. મળતી માહિતી અનુસાર બંને ફોન પર ખૂબ જ વાત કરતા હતા. ડોક્ટર પવન સારા પરિવારમાંથી આવતા હતા.

તેના પિતા નિવૃત્ત પ્રોફેસર છે. મળતી માહિતી અનુસાર તનુજાની બહેન અને પરિવારના લોકોને આ બંનેની મિત્રતાની જાણ થઈ હતી. જેના કારણે તનુજાની બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને જણાવ્યું કે, ડોક્ટર પવન તનુજાની હોસ્ટેલમાં આવતા જતા હતા. બુધવારે તેમને સાંજે ફોન પણ કર્યો હતો. તનુજાના પરિવારના લોકોનું કહેવું છે કે, ડોક્ટર પવન એ તનુજા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે તનુજાને ખૂબ જ હેરાન કરતો હતો.

મળતી માહિતી અનુસાર 13 જુલાઈ એટલે કે બુધવારના સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ તનુજાના ઘરે ડોક્ટર પવને કોન્ફરન્સ કોલ કર્યો હતો. કોન્ફરન્સ કોલમાં તનુજાની માતા ડોક્ટર પવન સાથે જોડાયેલી હતી. પવન શાંતિથી તનુજાની માતાને કહે છે કે, લ્યો તમારી છોકરી સાથે વાત કરો. ત્યારે તનુજા કાંઈ પણ બોલી નહીં. ત્યારબાદ કોલ્ડ ડીસ કનેક્ટ થઈ ગયો હતો. ત્યારબાદ ડોક્ટર પવનનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો અને જ્યારે તનુજાના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ તનુજા ને ફોન કર્યો ત્યારે તે ફોન પર કાંઈ બોલતી ન હતી.

તેથી બુધવાર ના રોજ પરિવારના લોકો હોસ્ટેલમાં તનુજા પાસે પહોંચ્યા હતા. તનુજાનો રૂમમાં દરવાજો ખોલ્યો ત્યારે રૂમમાંથી તનુજાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારે બીજી બાજુ ડોક્ટર પવને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેની ખબર ડોક્ટર પવનના પરિવારજનોને ગુરુવારે સવારે થઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નર્સિંગની વિદ્યાર્થીની અને એક ડોક્ટરે એક જ દિવસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જાણો એવું તો શું થયું કે બંને આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*