આજના આ સ્વાર્થી જમાનામાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં યુવકો પોતાની પુત્ર વધુ અવતારની સાથે જ પોતાના જ માતા-પિતાને તેમનાથી અલગ કરી દેતા હોય છે, ત્યારે વાત કરીશું તો એવા બાળકો પોતાના માતા પિતાનો ઘડપણમાં સથવારો બનવાની જગ્યાએ તેમનો સાથ છોડી દેતા હોય છે.
એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે. જેમાં આજના જમાનામાં માનવતા મહેકાવતી ઘટના સામે આવી. નડીયાદ થી સામે આવેલા એક કિસ્સામાં કે જેમાં એક સંસ્થાએ વૃદ્ધ મહિલા માટે દીકરાની ફરજ નિભાવી છે. એટલું જ નહીં પરંતુ ત્રણ દિવસ પહેલા જય માનવસેવા પરિવારને માહિતી મળી હતી કે નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં એક વૃદ્ધ મહિલા તકલીફમાં પોતાનું જીવન ગાળી રહી છે.
ત્યારે માહિતી મળતાની સાથે જ તેમની મુલાકાતે પહોંચી ગયા. વાત જાણે એમ છે કે એ મહિલા એકલી રહે છે, એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં પોતાની સાથે જ જીવન વિતાવી રહી છે ત્યારે એ સંસ્થાના સ્થાપક એવા મનુભાઈ અને તેમની પત્ની મહિલાને લેવા માટે પોતાની ગાડી લઈને બીજા જ દિવસે પહોંચ્યા.
ત્યારે જોયું તો એ વગડા જેવા વિસ્તારમાં રહેતા હતા અને એ મહિલાની ઉંમર આશરે 70 થી 75 વર્ષની હતી. મનુભાઈ અને તેમની પત્ની એ વીજુ બેનને એટલો પ્રેમ આપ્યો કે તેમને પોતાના પરિવારની કમી મહેસૂસ થવા ન દીધી. વાત કરીશું તો આજે આ મહિલાની આગળ પાછળ કોઈ નથી.
તેઓ એક નાનકડી ઝૂંપડીમાં પોતાનું જીવન જીવી રહ્યા હતા.એવામાં જ આ મનુભાઈ અને તેમની પત્નીએ વિજુબેન ને પોતાની સાથે લઈ જવા માટે કહ્યું એ ઉપરાંત તેમણે પંખા અને પાક રૂમમાં સારું એવું જીવન જીવી શકે તે માટે તેમને પોતાની સાથે લઈ ગયા. આજે આ દંપતીના કારણે વીજુ બેનનું જીવન આખું બદલાઈ ગયું છે અને ખુશીઓથી ભરપૂર થઈ ગયું છે.
ત્યારે આજના જમાનામાં પણ આવા યુવક યુવતીઓ છે કે જેઓ આવા તેમનાં બાળકોએ ઘડપણમાં તરછોડી દીધેલા માતા-પિતાની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે. એવામાં જ આ મનુભાઈ અને તેમની પત્નીએ ખરેખર આવું કાર્ય કરીને તારીફ ને કાબીલ બન્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment