મિત્રો બે પ્રકારના બાળકો હોય છે. જેમાં અમુક બાળકોને જીવનમાં કાંઈ કરવું જ ના હોય અને અમુક બાળકો જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરતા હોય છે. જ્યારે કેટલાક એવા બાળકો હોય છે જે દિવસ રાત મહેનત કરીને મોટી સિદ્ધિઓ પણ મેળવતા હોય છે. મિત્રો તમને બધાને ખબર હશે કે થોડા દિવસો પહેલા જ NEETની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે.
આ પરીક્ષામાં ઘણા બધા બાળકોએ પોતાની આવડત અને દિવસ રાતની મહેનતથી પરીક્ષા પાસ કરી છે. ત્યારે આજે આપણે દિવસ રાત મહેનત કરીને NEETની પરીક્ષા પાસ કરનાર ખેડૂત પુત્ર વિશે વાત કરવાના છીએ. મિત્રો ભાવનગરના તળાજાના ખારડી ગામમાં રહેતા બાલાભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના દીકરાનું નામ કાનુ છે. બાલાભાઈ પોતાના દીકરાને અભ્યાસ કરાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેમનો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે. હાલમાં તેને સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી આગળ મેડિકલ લાઈનમાં પ્રવેશવા માટે NEET 2022ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માટે તેને દિવસ રાત મહેનત કરી હતી.
ત્યારે મિત્રો થોડાક દિવસો પહેલા જ NEETની પરીક્ષાનું રિઝલ્ટ સામે આવ્યું હતું. આ પરીક્ષામાં કાનુએ 720 માર્ક્સમાંથી 640 માર્ક્સ મેળવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે આ પરીક્ષામાં કાનૂનો તળાજામાં પહેલો નંબર આવ્યો છે. તેને પહેલો ક્રમ મેળવીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
કાનુ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને તેના પિતા ખેતી અને પશુપાલનમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સમગ્ર તળાજામાં પહેલા નંબરે આવીને કાનુએ પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. હવે કાનુ તબીબ ક્ષેત્રમાં આગળ વધવા માટે દિવસ રાત મહેનત કરશે અને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment