જો કોઈપણ વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ હોય અને મહેનત કરવાની તેવડ હોય તો તે જરૂર સફળતા મેળવે છે. ગુજરાતના એક ખેડૂતે દિવસ રાત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. ગામડાના ખેડૂતો ગાયો ભેંસો રાખીને તેમનું દૂધ વેચતા હોય છે. ખાસ કરીને ગાયનું દૂધ, ગાયનું ઘી આ ઉપરાંત ગાયનું મળમૂત્ર દરેક વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઘણા વર્ષોથી આપણા દેશમાં ગાય માતાને પૂજવામાં આવે છે. ગાયના દૂધમાંથી બનેલી મોટેભાગ ની ચીજ વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે જણાવી દઈએ કે ઘણા લોકો ગાય-ભેંસ રાખીને તેના દૂધમાંથી મોટી કમાણી કરતા હોય છે.
ત્યારે આજે આપણે કેવા વ્યક્તિને વાત કરવાના છીએ જેઓએ ગાયનું દૂધ સાઈડમાં રાખીને ગાયના ઘી મહત્વ આપીને પોતાનો ધંધો વિકસાવ્યો છે. આ ખેડૂતનું નામ રમેશભાઈ રૂપારેલીયા છે અને તેઓ રાજકોટના રહેવાસી છે. આજે આપણે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના વતનીએ વાત 43 વર્ષીય રમેશભાઈ વિશે વાત કરવાના છીએ.
રમેશભાઈ ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો છે. 2002માં રમેશભાઈ ની એવી હાલત થઈ ગઈ હતી કે તેમને પોતાની 10 એકર જમીન વેચવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ રમેશભાઈ ગાયનો ચારો વેચવાનું શરૂ કર્યું અને તેના બદલામાં રમેશભાઈને 80 રૂપિયા મળતા હતા. પરંતુ માત્ર 80 રૂપિયામાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. 2010માં રમેશભાઈ પોતાના પરિવાર સાથે ગામ છોડીને શહેરમાં મજૂરી કામ કરવા માટે આવી ગયા હતા. શહેરમાં એક જૈન પરિવાર વસવાટ કરતો હતો તેની દસ એકર જમીન ઉપજાવતી.
આ જમીનની અંદર સૌ પ્રથમ રમેશભાઈ બે ગાયો અને બે બળદને રાખ્યા હતા. ત્યાર પછી રમેશભાઈ ખેતરમાં ધીમે ધીમે ડુંગળીની ખેતી શરૂ કરી. ગાયના છાણા અને ગૌમૂત્રમાંથી તેમને ખાતર બનાવ્યું અને ધીમે ધીમે તે ખાતર નાખીને ખેતી શરૂ કરી દીધી. એક સમય એવો આવ્યો કે તેમને 35 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. ત્યાર પછી રમેશભાઈ ધીમે ધીમે ગાયોમાં વધારો કરવાનું શરૂ કરી દીધું.
રમેશભાઈ દૂધ, દહીં અને ગાયના ઘીનો ખૂબ જ મોટા પ્રમાણમાં બિઝનેસ શરૂ કરી દીધો. આ બિઝનેસમાં તેમને ધીમે ધીમે ખૂબ જ સફળતા મળવા લાગી. હાલમાં રમેશભાઈની ગૌશાળા ચાર એકર જેટલી જમીનની અંદર ફેલાયેલી છે. આ ગૌશાળા ની ખાસિયત એ છે કે ગૌશાળાની અંદર માત્ર અને માત્ર ગીર ગાયો છે. ગીર ગાય ના દૂધમાંથી બનેલી પ્રોડક્ટ માર્કેટમાં ખૂબ જ મોંઘામાં વેચાય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
રમેશભાઈ ને ગૌશાળા ની અંદર 150 થી પણ વધારે ગાયો છે અને દરેક ગાયોના દૂધમાંથી બનેલું હોય 3500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આ હિસાબે વેચે છે. ગાયના ઘીમાંથી રમેશભાઈ ખૂબ જ મોટી કમાણી કરે છે. એટલું જ નહીં પરંતુ રમેશભાઈને ગાયના દૂધમાંથી બનેલી પ્રોડકો અને ઘી 123 દેશોમાં નિકાસ થાય છે.
રમેશભાઈ ની પ્રોડક્ટ ની ડિમાન્ડ અમેરિકા, કેનેડા, સાઉદી અરેબિયા જેવા દેશોમાં છે. તેઓ પોતાની પ્રોડક્ટ વેચીને દર મહિને 40 લાખ રૂપિયા જેટલો બિઝનેસ કરે છે. સતત દિવસેને દિવસે તેઓ તેમનો બિઝનેસ વધારી રહ્યા છે. મળતી માહિતી અનુસાર અત્યારે રમેશભાઈ નું વાર્ષિક ટન ઓવર 3 થી 4 કરોડ રૂપિયાનું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે રમેશભાઈ પોતાનો ધંધો શરૂ કર્યો ત્યારે તેમણે 5000 રૂપિયા કમાતા હતા. 5000 રૂપિયા થી લઈને આજે તેઓ 40 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. 32 લીટર દૂધના માખણમાંથી એક કિલો ઘી બને છે. રમેશભાઈએ કહ્યું કે હું ભલે માત્ર ચાર ચોપડી ભણેલો પરંતુ દેશ વિદેશથી લોકો અહીં મારી પાસે ટ્રેનિંગ લેવા આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment