તમે ઘણા એવા ખેડૂતો વિશે સાંભળ્યું હશે, જેવો અનોખી ખેતી કરીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. ત્યારે આજે આપણે ગુજરાતના તેવા જેક ખેડૂતની વાત કરવાના છીએ. ત્યારે આજે આપણે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલા ગામના એક ખેડૂતની વાત કરવાના છીએ.
આ ખેડૂતનું નામ અરમાનભાઈ સૈયદ છે અને તેઓ છેલ્લા 12 વર્ષથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે અરમાનભાઈ શાકભાજીની ખેતીમાં એક અનોખો અને નવો પ્રયોગ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે.
તેઓ ટેલીફોનિક પદ્ધતિની મદદથી ટમેટાનું વાવેતર કરી રહ્યા છે. અરમાનભાઈની વાત કરીએ તો તેમની ઉંમર માત્ર 24 વર્ષની જ છે. તેઓએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કર્યા બાદ તેઓ ખેતી કામમાં લાગી ગયા હતા અને છેલ્લા 12 વર્ષથી તેઓ ટમેટાની ખેતી કરી રહ્યા છે.
મિત્રો તમે સૌ જાણતા જ હશો કે માર્કેટમાં એક કિલો ટામેટાનો ભાવ 20 થી 22 રૂપિયાની વચ્ચે મળતો હોય છે. મિત્રો ખેડૂત અરમાનભાઈએ જણાવ્યું કે, તેમને એક વીઘા જમીનમાંથી 1500 થી 1700 મણ ટમેટાનું ઉત્પાદન મળે છે.
એક વીઘામાં લગભગ 400 જેટલા ટમેટાના છોડનું વાવેતર કરવામાં આવે છે. એક વીઘામાં ટમેટા ઉગાડવાનો ખર્ચો 6 થી 7 હજાર રૂપિયા થાય છે. તેઓ ટેલિફોનિક પદ્ધતિની મદદથી ટામેટાનું વાવેતર કરે છે. આ પદ્ધતિમાં ટમેટાના છોડને લાકડી અને વાયર સાથે બાંધી દેવામાં આવે છે.
જેના કારણે ટમેટાના છોડ ઉપર રહે છે. અને ટમેટાનું ઉત્પાદન પણ ખૂબ જ સારું થાય છે. મિત્રો આ ખેડૂત ટામેટાની ખેતીમાંથી લગભગ બે-ત્રણ લાખ રૂપિયાની આવક મેળવ્યા છે. અને હજુ પણ તેઓ ટમેટાની જ ખેતી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment