સોશિયલ મીડિયા પર તમે ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે. જેવો ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક ખેડૂતની વાત કરવાના છીએ. મિત્રો હાલમાં તો અમરેલી જિલ્લાના મોટેભાગના ખેડૂતો બાગાયત ખેતી અને શાકભાજી વર્ગની ખેતી કરી રહ્યા છે અને તેમાંથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
વાત કરીએ તો અમરાપુર ગામના ધર્મેશભાઈ નામના ખેડૂત ટમેટાની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. 41 વર્ષના ધર્મેશભાઈ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ધર્મેશભાઈ પાસે કુલ 100 વીઘા જમીન છે અને જેમાંથી 12 વીઘા જમીનમાં તેઓ ટમેટા નું વાવેતર કરી રહ્યા છે.
મિત્રો ધર્મેશભાઈ 12 વીઘા માંથી 18,000 થી 2 0,000 માણસ સુધીના ટમેટાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ધર્મેશભાઈએ જણાવ્યું કે અમરેલી માર્કેટયાર્ડમાં એક મણ ટમેટાનો ભાવ 200 થી 230 રૂપિયા સુધી મળી રહ્યો છે.
ધર્મેશભાઈ 12 વીઘા જમીનમાંથી 40 થી 42 લાખ રૂપિયાનું ઉત્પાદન કરે છે. ટમેટાનું સારું ઉત્પાદન થાય એટલે તેઓ ફિલ્ટરનું પાણી ઉપયોગમાં લે છે. ઉપરાંત જંતુનાશક દવાનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment